નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશના વિવિધ રાજ્યમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ (Gangster Lawrence Bishnoi) નો તરખાટ રહ્યો છે. ત્યાર હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે લોરેન્સનું પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે. લોરેન્સ પર આરોપ છે કે તેણે પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ મંગાવ્યું હતું. આ મામલે ગુજરાત એ.ટી.એસ.(Gujarat ATS) ની ટીમ દ્વાર લોરેન્સ બિશ્નોઈની તપાસ કરવામાં આવી રહી હતી. જે મામલે એ.ટી.એસ. દ્વારા લોરેન્સની કસ્ટડી મેળવવા માટે પટીયાલા હાઉસની એન.આઈ.એ. કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે લોરેન્સની કસ્ટડીની મંજૂરી આપતા હવે ગુજરાત એ.ટી.એસ. દ્વારા લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી લઈ પુછપરછ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ લોરેન્સને આજે મંગળવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મહત્વની વાત છે કે પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ ઘુસાડવાના મામલે પોલીસે અગાઉ 6 પાકિસ્તાની સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે ગુજરાત એ.ટી.એસ. એન.ડી.પી.એસ.ના કેસમાં લોરેન્સની પુછપરછ કરવા માગતી હતી. જેના અનુસંધાને એ.ટી.એસ. દ્વારા કોર્ટમાં અરજી કરી લોરેન્સની કસ્ટડી માગવામાં આવી હતી. આ અરજી મંજૂર થતા લોરેન્સ ગુજરાત એ.ટી.એસ.ને સોંપવામાં આવ્યો છે અને હવે તેની પુછપરછ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ દ્વારા અભિનેતા સલમાન ખાન સહિત શિવસેના જૂથના સંજય રાઉત અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે હવે તેનું પાકિસ્તાની કનેક્શન ખુલવાની સંભાવના વચ્ચે ગુજરાત એ.ટી.એસ. નવા ખુલાસા કરશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796