નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં ડમીકાંડની તપાસમાં ડમીકાંડ ઉજાગર યુવરાજસિંહ પણ કથિત તોડકાંડ મામલે ફસાયા છે. પોલીસે યુવરાજસિંહને કેટલાક ડમીકાંડના આરોપીના નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાના આરોપમાં યુવરાજસિંહની ગતરોજ ધરપકડ (Yuvrajsinh Arrest) કરી છે. ઉપરાંત આજરોજ મિલન બારૈયા સહિતના એક આરોપીને કોર્ટે જામીન મંજૂર નહીં કરતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે યુવરાજસિંહના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસે યુવરાજસિંહની તપાસ માટે 14 દિવસની રિમાન્ડની માગણી કરી હતી. સરકાર પક્ષે રોકાયેલા વકીલ જે.એમ ચુડાસમાની ધારદાર દલીલો બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપતો ચુકાદો આપ્યો હતો. મહત્વની વાત છે કે આરોપી અને પોલીસના વકીલ વચ્ચે ખૂબ લાંબી દલીલો બાદ કોર્ટે રિમાન્ડની માગણી ગ્રાહ્ય રાખી હતી.
4 આરોપીના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર
મળતી વિગતો અનુસાર ડમીકાંડના આરોપીઓ પી.કે. શરદ પનોત, પ્રદિપ બારૈયા અને બળદેવના વધુ રિમાન્ડની માગણી પોલીસે કરી હતી. જે માગણી કોર્ટે ગ્રાહ્ય રાખતા તમામ 4 આરોપીના 27 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આમ હવે ફર્ધર રિમાન્ડ મંજૂર થતા આ 4 આરોપીઓ વધુ 5 દિવસ પોલીસ કસ્ટડીમાં રહેશે.
યુવરાજસિંહના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ

ત્યારે આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ માટે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના જામીન મંજૂર કર્યા છે.
ડી.વી.આર. ત્રણ વખત ફોરમેટ કરી ડેટા ડિલીટ થયો
મહત્વની વાત છે કે, યુવરાજસિંહના રિમાન્ડ મંજૂર થયા પહેલા ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે યુવરાજસિંહ વિરૂધ્ધના સી.સી.ટી.વી. પુરાવા મળ્યા હોવાની વાત કરી હતી. સાથે જ પરમારે જણાવ્યું હતું કે યુવરાજસિંહના સાળા સહિતના આરોપીઓ પૈસા લેવા માટે ગયા હતા તેના સી.સી.ટી.વી. ફૂટેજ પોલીસના હાથ લાગ્યા છે. ઉપરાંત એક ડી.વી.આર. કબ્જે કરવામાં આવ્યું છે જેને આરોપી દ્વારા ત્રણ વખત ફોરમેટ કરી ડેટા ડિલીટ કરી દેવાયો છે. માટે ફોરેન્સીકની મદદ લેવાઈ છે અને ડી.વી.આર. ફોરેન્સીક માટે મોકલી દેવાયું છે. જે ડેટા રિકવર થયા બાદ વધુ મજબૂત પુરાવા સામે આવી શકે છે.
હાંકલા પડકારા કરતા યુવરાજસિંહ કેમ બની ગયા બકરી?
કથિત તોડકાંડ મામલે IPS ગૌતમ પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે, યુવરાજસિંહે 5 એપ્રિલના રોજ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પી.કે. અને પ્રદિપના નામ આપ્યા ન હતા. પરંતુ અખબારમાં તેમના નામ છપાતા બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહને આ વાત કરી હતી. આ વાત વોટ્સએપમાં થઈ હતી જેમાં યુવરાજસિંહે ગુનાના હેતુલક્ષી વાત કરી છે તેના સ્ક્રિનશોટ પણ પોલીસ પાસે છે.
યુવરાજસિંહ પોલીસ કસ્ટડીમાં

ગઈકાલે યુવરાજસિંહની કથિત તોડકાંડ મામલે ધરપકડ બાદ આજરોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તોડકાંડમાં યુવરાજસિંહની ભૂમિકા અંગેની તપાસ કરવા માટે 14 દિવસની રિમાન્ડની માગણી કરતા કોર્ટે … દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાથે જ આજરોજ યુવરાજસિંહના સાળા કનુભાની પણ પોલીસે સુરતથી ધરપકડ કરી હતી. ઉપરાંત અન્ય આરોપી બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની પણ પોલીસે આજરોજ વિધિવત રીતે ધરપકડ કરી છે.
ડમીકાંડમાં ગુરૂએ ચેલાને આરોપી બનાવી દીધો, પડદા પાછળની સ્ટોરી
યુવરાજસિંહના સાળાના વ્યવસાયની પણ થશે તપાસ?

સુત્રો પાસેથી માહિતી મળી રહી હતી કે પોલીસ તોડકાંડ સહિત યુવરાજસિંહના સાળાના ફોરેક્સના કથિત વ્યવસાય મામલે પણ તપાસ કરી શકે છે. પરંતુ આ મામલે સત્તાવાર કોઈ વિગતો પ્રાપ્ત થઈ રહી નથી.

AAP-કોંગ્રેસ યુવરાજસિંહના સમર્થનમાં
મહત્વની વાત છે કે યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ઉતર્યા છે. જેમાં કોંગ્રેસના અમિત ચાવડાએ આ ધરપકડને યુવરાજસિંહને દબાવી દેવા માટેનું કૃત્ય ગણાવ્યું હતું. સાથે જ તેમણે ઉમર્યું હતું કે જે ઝડપે યુવરાજસિંહના કથિત મામલાની તપાસ ચાલી રહી છે તે ઝડપે ડમીકાંડની તપાસ કેમ નથી કરવામાં આવતી?
NSUIએ યુવરાજસિંહના સમર્થનમાં કર્યો ચક્કાજામ
અત્રે ઉલ્લેખની છે કે આજરોજ અમદાવાદ શહેરમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના કાર્યકરો દ્વારા યુવરાજસિંહને છોડી મુકવાની માગણી કરવામાં આવી હતી. NSUIના કાર્યકરો અમદાવાદના રસ્તા ચક્કાજામ કરી આક્રમક વિરોધ કરતા હોય પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે કાર્યકરો દ્વારા સરકાર વિરોધી અને યુવરાજસિંહના સમર્થનના સુત્રો પોકારવામાં આવી રહ્યા હતા.
કેમેરામેન રિપોર્ટિંગ કરતા પડી જાય એ પણ મોટા સમાચાર છે
Yuvrajsinh Jadejaના રિમાન્ડ મંજૂર, Yuvrajsinh Jadeja Remand
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








