Sunday, July 26, 2026
HomeGujaratAhmedabad21 વર્ષે ચુકાદોઃ નરોડા ગામ હત્યાકાંડમાં માયા કોડનાની, બજરંગી સહીત તમામ નિર્દોષ...

21 વર્ષે ચુકાદોઃ નરોડા ગામ હત્યાકાંડમાં માયા કોડનાની, બજરંગી સહીત તમામ નિર્દોષ જાહેર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ 2002 Gujarat Riots Case: ગુજરાતમાં 2002 થયેલા ગોધરાકાંડ (Godhrakand) બાદ અમદાવાદમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે દરમિયાન અમદાવાદના નરોડાગામમાં (Naroda Case) હિંસક ટોળું ધસી આવ્યું હતું અને 4 મહિલા સહિત 11 જેટલા લોકોની હત્યા કરવામાં હતી. જે મામલે આજે SIT કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ મામલે પૂર્વ મંત્રી માયા કોડનાની (Maya Kodnani), બાબુ બજરંગી (Babu Bajrangi) , વલ્લભ પટેલ, જયદીપ પટેલ સહિતના આરોપીઓને કોર્ટમાં હાજર રાખવામા આવ્યા હતા. 21 વર્ષ બાદ આજે SIT કોર્ટના જજ સુભદા બક્ષી નરોડા ગામ હત્યાકાંડ કેસમાં મહત્વની સુનાવણી કરવાના હતા જેને લઈને કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો અને કોઈ અઇચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કોર્ટ બહાર લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

2002માં કોમી રમાખાણ દરમિયાન નરોડા ગામમાં થયેલા હત્યાકાંડને લઈ સુપ્રિમ કોર્ટે SIT કોર્ટેની રચના કરી હતી અને આજે 2002 નરોડા ગામ હત્યાકાંડ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. આ હત્યાકાંડમાં કુલ 86 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી 17 આરોપીઓના મૃત્યુ થઈ ચુક્યા છે અને 69 આરોપીને કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો છે. SIT કોર્ટે આજે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

- Advertisement -

5 એપ્રિલના રોજ કોર્ટમાં બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષ બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી અને 20 એપ્રિલના રોજ ચુકાદો નક્કી કરવામાં આવ્યો હતો. 2008માં SITની રચના કર્યા બાદ 2010 થી સતત SIT કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો 2017માં હત્યાકાંડના તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે આખરી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

શું હતો સમ્રગ મામલો

28 ફેબ્રુઆરી 2002ના રોજ આયોધ્યાથી પરત ફરેલી સાબરમતી એક્સપ્રેસમાં કારસેવકોના કોચમા પેટ્રોલ નાંખી આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનામાં 59 જેટલા કારસેવકોના મૃત્યુ થયા હતા. સમ્રગ ગુજરાતમાં આ હત્યાકાંડ બાદ ઘેરા પ્રત્યઘાત પડ્યા હતા અને ઠેર-ઠેર હિંસા ભડકી હતી. જેમાં નરોડા પાટિયા બાદ નરોડા ગામમાં પણ હિંસક બનેલા ટોળાએ એક ઘરમાં 11 જેટલા લોકોને જીવતા સળગાવી દીધા હતા.

2008માં માનવ અધિકાર સંરક્ષણ દ્વારા નરોડા ગામ હત્યાકાંડના પિડિતો દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરાઈ હતી જેના જવાબમાં ગુજરાત સરકારે આ કેસમાં SITની રચના કરી હતી અને SIT દ્વારા આ કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બજરંગદળના નેતા બાબુ બજરંગી , ડૉ. જયદીપ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને આ હિંસામાં સામેલ અન્ય 83 જેટલા આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ કેસમાં અત્યાર સુધી 17 જેટલા આરોપીઓના મૃત્યુ થઈ ચુક્યા છે. જે તે વખતે વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે માયા કોડનાની બચાવમાં જુબાની આપી હતી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular