Friday, June 5, 2026
HomeGeneralકોલેજના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, UGCએ કરી મહત્વની વાત

કોલેજના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, UGCએ કરી મહત્વની વાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (UGC)મહત્વની વાત કરી વિદ્યાર્થીઓને રાહતના સમાચાર આપ્યા છે. UGCએ જણાવ્યું હતું કે તમામ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને તેમની સ્થાનિક ભાષમાં પરીક્ષા આપવા માટે મંજૂરી આપે. UGCના ચેરમેન જગદેશ કુમારે જણાવ્યું હતું કે, આ એક સિમાચિહ્નરૂપ નિર્ણય છે જે UGCએ લીધો છે. જેમાં વિદ્યાર્થીઓને પોતાની સ્થાનિક ભાષામાં પરીક્ષા આપવાની મંજૂરી આપવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે ઉમર્યું હતું કે ભલે કોર્ષ અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવે પણ સ્થાનિક ભાષાને પ્રોત્સાહન હેતુ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

જગદેશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે, માતૃભાષા કે સ્થાનિક ભાષામાં પાઠ્યપુસ્તકો લખવા જેવી પહેલને પ્રોત્સાહન આપવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ અન્ય ભાષાઓના પુસ્કોને પણ ભાષાંતર કરવાનો તેમા સમાવેશ થાય છે. માટે UGC વિનંતી કરે છે કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અંગ્રેજી પ્રોગ્રામ આપવામાં આવે તેમ છતાં પણ સ્થાનિક ભાષામાં જવાબો લખવાની મંજૂરી આપવામાં આવે. ઉપારાંત તેમણે જણાવ્યું હતું કે,સ્થાનિક ભાષાના મૂળ લખાણોના અનુવાદને પણ પ્રોત્સાહન આપી યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રક્રિયામાં સ્થાનિક ભાષાનો ઉપયોગ થાય.

- Advertisement -

મહત્વની વાત છે કે તાજેતરમાં જ કેટલાક રાજ્યોએ પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે હિન્દી અને અંગ્રેજી સિવાયની 13 પ્રાદેશિક ભાષામાં એસ.એસ.સી., જી.ડી. કોન્સ્ટેબલ પરીક્ષા (સી.પી.એફ.)નું આયોજન કરવા માટે કોલ લીધો હતો. જ્યારે અન્ય કેટલીક પરીક્ષા મામલે પણ આ પ્રકારે સ્થાનિક ભાષામાં લેવા મંજૂરી આપી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular