Wednesday, April 22, 2026
HomeGujaratBhavnagarયુવરાજસિંહને આવ્યું ભાવનગર પોલીસનું તેડું, આવતીકાલે થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા!

યુવરાજસિંહને આવ્યું ભાવનગર પોલીસનું તેડું, આવતીકાલે થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા!

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભાવનગર: Bhavnagar Dummy Case: અવાર નવાર પેપરલીક કાંડ મામલે વિદ્યાર્થીના પડખે ઉભા રહીને સરકારના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતા યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) હાલ ભાવનગર ભરતી પરિક્ષામાં થયેલા ડમીકાંડના કૌભાંડના (Bhavnagar Dummy Scam) આરોપોમાં ફસાયા છે. તેમના જ નજીકના મિત્ર બિપિન ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં એક વીડિઓ વાયરલ કરીને યુવરાજ સિંહ પર ડમીકાંડમા તોડ કર્યો હોવાના આરોપો લગાવ્યા છે. જો કે યુવરાજસિંહે આ તમામ આરોપોને ફગાવ્યા છે અને પોતે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ગતરોજ સરકારના સ્પર્ધાત્મક પરિક્ષાના અન્ય ભ્રષ્ટાચારને પૂરાવા સાથે ઉઘાડા પાડવાનો પડકાર ફેંક્યો છે. ત્યારે આજરોજ ભાવનગર પોલીસે (Bhavnagar Police)યુવરાજસિંહને સમન્સ (Summons) પાઠવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ભાવનગર પોલીસ ડમીકાંડ મામલે તપાસ કરી રહી છે. જેમાં યુવરાજસિંહ સામે વિગતો છૂપાવવા અને વિગતો ન આપવા સામે લાંચ લીધી હોવાના પૂરાવા બાદ સમન્સ પાઠવ્યુ છે. જેમાં 11 જેટલી IPC ની કલમો લગાડવામાં આવી છે. તેમજ આવતીકાલ 19 એપ્રિલ 2023ના રોજ ભાવનગર પોલીસ મથકે સમક્ષ હાજર થવા માટેનું ફરમાન જારી કરવામાં આવ્યુ છે. હવે આવતીકાલ સુધીમાં યુવરાજસિંહે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવુ પડશે.

- Advertisement -

યુવરાજસિંહ પર આરોપ છે કે, તેમણે ડમીકાંડમાં સંડોવાયેલાના નામ ન લેવા માટે ઘનશ્યામ નામના વ્યક્તિ પાસેથી 3 તબક્કામાં 55 લાખ રૂપિયાની લાંચ લીધી છે. ત્યારે હવે ડમીકાંડ મુદ્દે જે રાજકારણ રમાઈ રહ્યું છે કે કેમ? તે એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે આવતીકાલે જ આ કેસને લઈને ઘણાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

TAG: Bhavnagar Dummy Case, Yuvrajsinh Jadeja, Bhavnagar Police Summons

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular