નવજીવન ન્યૂઝ. મોરબીઃ Morbi Youth Heart Attack : રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી યુવાનો હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. રાજ્યમાં રમત રમતા, જીમમાં કસરત કરતાં, વાહન ચલાવતાં, લગ્ન પ્રસંગમાં યુવાનોને હાર્ટ એટેક (Youth Heart Attack) આવતાની સાથે જ સ્થળ પર મૃત્યું થયા હોવાના કિસ્સા અગાઉ પણ સામે આવી ચુક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો મોરબીમાંથી (Morbi) સામે આવ્યો છે. જ્યાં ચાલુ કારે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર (Wankaner)નજીક વઘાસીયા ટોલનાકા નજીક ચાલુ કારે 30 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. મોરબીથી પરત ફરતી વખતે નરપત ઉભડિયા નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. હાલ યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજૂં ફરી વળ્યું હતું.
આ પણ વાંચો: રસ્તામાં અચાનક જ બેભાન થઈ જતા સુરતમાં યુવાનનું મોત
સુરતમાં બે દિવસ પહેલાં એક યુવકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. 27 વર્ષના શનિ કાલે નામના વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. યુવક મિત્રો સાથે હોટલમાં જમવા માટે ગયો હતો. ત્યારબાદ જમીને ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ચાલુ બાઈકે છાતીમાં દુ:ખાવો થયો હતો. જેથી મિત્રો શનિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શનિનું મોત નિપજ્યું હતું.
વધુ વાંચો : મોરબીઃ ક્રિકેટ બની રહી છે જીવલેણ રમત, પ્રેક્ટિસ કરતાં યુવાનને હાર્ટ એટેક આવતા મોત
પાટણમાં બે દિવસ પહેલા રાધનપુર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમભાઈ આહીર સોમનાથથી રાધનપુર એસટી બસ લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન રાધનપુરથી એક કિલોમીટર દૂર પહોંચતા છાતીમાં દુ:ખાવો થતાં બસને પરત રાધનપુર ડેપોમાં લઈ ગયા હતા. જ્યાં અન્ય કર્મચારીઓ ભારમભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે, યુવાનોનું હાર્ટ એટેકથી મોત થવું એ હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે યુવાનોના હાર્ટ એટેકથી વધતા મોતના આંકડાં જે વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય તો છે જ પરંતુ તેની પાછળના કારણો જાણવા મેડીકલ સાયન્સ માટે પણ પડકારજનક છે.








