Monday, June 15, 2026
HomeGujaratઅરવલ્લી : મેઘરજ BOB ના મેનેજરે 5 ગ્રાહકોની 54 લાખ રૂપિયાની હોમલોન...

અરવલ્લી : મેઘરજ BOB ના મેનેજરે 5 ગ્રાહકોની 54 લાખ રૂપિયાની હોમલોન ઓહિયા કરી જતા ખળભળાટ, એજન્ટની પણ મીલીભગત

- Advertisement -

નવજીવન.અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મેઘરજમાં આવેલી બેંક ઓફ બરોડાના મેનેજરે બેંક એજન્ટ તરીકે કામ કરતા શખ્સ સાથે મળી ૫ ગ્રાહકોના હોમલોનના મંજુર થયેલા ૫૪ લાખ જેટલા રૂપિયા ગ્રાહકોના નામે ખોટા ખાતા ખોલી અને બનાવટી સહી કરી બરોબર ઓહિયા કરી જતા હોમલોન કરાવનાર ગ્રાહકોને પોક મૂકી રોવાનો વારો આવ્યો છે. મેઘરજ પોલીસે પીસાલ ગામના અને મેઘરજ પ્લાયવુડનો ધંધો કરતા વેપારીની ફરિયાદના આધારે બેંક મેનેજર અને એજન્ટ સામે છેતરપિંડીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મેઘરજ પોલીસ બેંક કૌભાંડ કરનાર મેનેજર અને એજન્ટ સામે તપાસમાં ઢીલી નીતિ અપનાવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

મેઘરજમાં વિશ્વકર્મા પ્લાયવુડ નામનો વ્યવસાય કરતા સુનીલભાઈ પ્રજાપતિએ અગાઉ કોઈપણ બેંકમાંથી લોન લીધેલ ન હોવાથી મેઘરજ ગામના મકરાણી જાવેદનો પરીચય થતા તેઓને હાઉસિંગ લોનની જરૂરીયાત હોઈ તેઓએ મેઘરજ બી.ઓબી બેંકના બ્રાન્ચ મેનેજર રવિ શર્માનો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન કૌભાંડી રવિ શર્માએ વેપારી સુનિલ પ્રજાપતીને કહેલ કૈ તમારે લોન લેવી હોયતો અમારા એજન્ટ જાવેદ મકરાણીનો સંપર્ક કરો અને તેમના મારફતેજ લોનની કાર્યવાહી કરશોતોજ લોન મંજુર થશે નહી તો નહી થાય તેવુ જણાવતા સુનિલ પ્રજાપતિએ જાવેદ મકરાણીને રૂ.૨૦લાખની લોનના જરૂરી ડોક્યુમેન્ટ અને ૬ થી ૭ કોરા ચેક આપેલ હતા અને કોન્ટ્રાકટરનો એગ્રીમેનૌટ કરાર કરેલ હતો. તે મુજબ ૨૦ લાખની લોનમાંથી રૂ.૧૦ લાખ કોન્ટ્રાક્ટરના ખાતા માં ચુકવણી કહી હતી અને ત્યારબાદ બીજા ૫ લાખની ચુકવણી કરી હતી. આમ કુલ ૧૫ લાખની કોન્ટ્ટાક્ચરના કરાર મુજબ ચુકવણી કરી હતી અને બાકીના રૂ,૫ લાખ બ્રાન્ચમેનેજરે ચુકવેલ નહી અને ગ્રાહકે લોનની સિક્યુરીટી પેટે આપેલ કોરો ચેકમાંથી એક ચેક નં.૦૦૦૦૫૧ થી આરોપી જાવેદ મકરાણીએ બ્રાન્ચ મેનેજરની મીલીભગતથી ખોટી સહી કરી રૂ.૫ લાખ ઉપાડી લીધેલ હતા. જે રૂપિયા ઉપાડ્યા અંગેનો ગ્રાહકના મોબાઇલ ઉપર મેસેજ આવતા ગ્રાહકે તાત્કાલીક કૌભાંડી મેનેજર રવિ શર્માને નાણા ન ઉપાડ્યા હોવા છતા મેસેજ આવ્યો છે. તેવુ તાત્કાલિક જણાવતા મેનેજર રવિશર્માએ આરોપી જાવેદ મકરાણીને રૂ.૫ લાખ ગ્રાહકને આપી દેવા જણાવ્યુ હતુ. આમ આરોપી જાવેદ મકરાણીને ગ્રાહકની સંમતી વગર અને ખોટા દસ્તાવેજો ઉભા કરી ગ્રાહકના ખાતામાંથી રૂ.૫ લાખ ઉપાડી ઉચાપત કરેલ રકમ ત્રણ વર્ષ વિતવા છતા ગ્રાહકને ન આપી છેતરપિઁડી આચરી હતી.

- Advertisement -



તે દરમિયાન બેંક મેનેજરે જણાવેલ કે આપકો મુન્દ્રા લોન લેનીહૈતો લોનકી જૌભી બાત હો વો જાવેદસે કરો વો મુજે બાત કરેગા જેથી જાવેદને વાત કરતા અન્ય રૂ.૧૦ લાખની મુન્દ્રા લોન મંજુર કરેલ જે લોન માટેનુ પણ ખોટી રીતે જાતે લોન ખાતુ બનાવી અને આરોપી જાવેદ મકરાણી અને મેનેજર રવિ શર્માએ રૂ.૧૦,૦૦,૦૦ દસ લાખ લોન ખાતામાં જમા બતાવી તરતજ તેજ સમયે એટલેકે ૨૭—૨—૧૮ ના રોજ જમા થતાની સાથેજ બેંક ઓફ બરોડા શાખાની લુઝ વિડ્રૌ સ્લીપથી ગ્રાહકની હાજરી વગર તેમજ સંમતી વગર કે જાણ કર્યા વગર બારોબાર થોડાક સેકન્ડમાંજ લુઝ વીડ્રો સ્લીપમાં બનાવટી સહિ કરી ઉપાડી લિધેલ અને ગ્રાહકને આજદિન સુધી એક પણ રૂપિયો ચુકવવામાં આવ્યો નથી અને લોન ખાતામાં ખોટી એન્ટ્રીઓ પાડી બારોબાર રકમ ઉપાડી ફરીયાદી પાસેથી સીક્યુરીટી પેટે લીધેલ કોરા ચક,સ્લીપ માટે ગ્રાહકે મંજુર કરેલ બેંકના ખોટા હિસાબો ઉભા કરેલ હોવાનુ માલુમ પડતા અન્ય એક વેપારી યુસુફ અબ્દુલ શેખના નામનુ ખોટુ અકાઊન્ટ ઉભુ કરી રૂ.૫ લાખ યુસુફ શેખના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ ગ્રાહકના ખાતામા જમા એન્ટ્રી બતાવી દીધેલ હતી. તરતજ બ્રાન્ચ મેનેજર અને એજન્ટે ગ્રાહકના ખાતામાંથી રૂપિયા ઊપાડી લેતા ગ્રાહક સાથે છેતરપિંડી થઈ હોવાનુ જણાતા ગ્રાહકૈ ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ બ્રાન્ચ મેનેજર રવિ શર્મા અમે કહેવાતા ભેજાબાજ એજન્ટ જાવેદ મકરાણી રહે.કસ્બા મેઘરજ વિરૂધ્ધ છેતરપિંડી,દરસ્તાવેજો સાથે ચેડા અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular