નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના જમાલપુર (Jamalpur, Ahmedabad) અને કુબેરનગર શાકમાર્કેટમાં (vegetable market) આરોગ્ય વિભાગની ટીમે દરોડા (AMC Food Team Raid) પાડી સડેલા બટાકાના વેચાણ કરતા વિક્રેતાઓ (spoiled potato sellers) સામે દંડનીય કાર્યવાહી કરી એકમો સીલ કરવામાં આવ્યા છે. કેટલાક વેપારીઓ સસ્તા ભાવે ખરાબ બટાકાનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેની સામે આરોગ્ય વિભાગની ટીમને ફરિયાદ મળતા સફાળી જાગી છે અને આવા બિન આરોગ્યપ્રદ બટાકાના વેચાણ કરતા વિક્રેતાઓ સામે લાલ આંખ કરી છે.
જમાલપુર માર્કેટ સાથે જુદા જુદા વિસ્તારોની માર્કેટમાં સડેલા બટાકાઓ જે એકદમ હલકી કવોલિટીના બિન આરોગ્યપ્રદ હોય તેને સસ્તા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યા છે. તેવી માહિતીની આધારે AMCની આરોગ્ય વિભાગની ટીમે ચેંકિગ હાથ ધર્યું હતું.
જયાં દુકાનો, ગોડાઉનમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી સડેલા બટકાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. અને તેને નાશ કરી વિક્રતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સાથો સાથ બટાકાઓના વેચાણ કરતી દુકાનોને સીલ કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહીથી માર્કેટના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
AMC ફૂડ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ વેપારી બિન આરોગ્યપ્રદ વસ્તુઓનો વેચાણ કરતા ઝડપાઇ ચુક્યો છે અને તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે ફરી વખત ફૂડ વિભાગની ટીમ ચેંકિગમા આવી છે, તેવી વેપારીને જાણ થતા તે નાસી છુટ્યો છે. હાલ તેની દુકાન સીલ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








