નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ Junagadh News: જૂનાગઢના સાંકડીધાર પાસે બેફામ બનેલી એક કાર ચેક પોસ્ટ ચોકીમાં(Junagadh Check Post) ઘૂસી જતાં અકસ્માત (Car Accident) સર્જાયો હતો. કારની સ્પીડ એટલી બધી હતી કે પોલીસના બેરીકેડ તોડીને ઉંચા ફુટપાથ પર ધસી આવી હતી અને ચોકીમાં ભટકાઈ હતી. આ અકસ્માત દરમિયાન ચોકી પાસે બે GRD જવાન તૈયાત હોવાથી કારે તેમને અડફેટમાં લીધા હતા. જોકે કારની ટક્કરથી એક GRDનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક GRD ઈજાગ્રસ્ત થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના જેતપુરમાં જ્યાં રાજકોટની હદ પુરી થાય છે અને જૂનાગઢ જિલ્લાની હદ શરૂ થાય છે. ત્યાં જેતપુર અને જૂનાગઢ બંને પોલીસની સામસામે ચેકપોસ્ટ આવેલી છે. જૂનાગઢ ચેક પોસ્ટ પર ગઈકાલે રાત્રિના સમયે GRD જવાન કાનાભાઈ દેગડા અને જયેશ ચૌહાણની નાઈટ ડ્યુટી હોવાના કારણે ફરજ પર હાજર હતા. GRD ગ્રુપમાં ફરજ બજાવતા જવાનને ફજર પર હાજર હોવાના પુરાવા રૂપે મોબાઈમાંથી સ્થળ પર હાજર હોવાનો ફોટો પાડીને ગ્રુપમાં મોકલવાનો હોય છે.
નિયમ મુજબ બંને GRD જવાને ફરજ પર હાજર હોવાની સેલ્ફી લઈને ગ્રુપમાં મોકલી આપી હતી. ફોટો મોકલ્યાના થોડી જ ક્ષણમાં જેતપુર તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી એક I20 કાર પોલીસ બેરીકેટ્સ તોડી ચેક પોસ્ટમાં ધૂસી આવી હતી. કારે બંન્ને જવાનને અડફેટમાં લેતા GRD કાનાભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે GRD જયેશ ઈજાગ્રસ્ત થયો હતો. જયેશને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કાર પોલીસ ચોકીમાં ધૂસી જતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત કરનાર કારચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી આગળની તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








