નવજીવન ન્યૂઝ ,મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે (Uddhav Thackeray) પાસેથી જયારથી સત્તા છીનવાઇ છે, ત્યારથી હાંફળા ફાંફળા જોવા મળી રહ્યા છે. સત્તા તો ઠીક સાથો-સાથ પાર્ટીનું નામ અને ચિહ્ન પણ છીનવાઈ જતા ઉદ્ઘવ ઠાકરે બરાબરના અકળાયેલા છે. તેમણે સંભાજીનગરમાં એક જનસભાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર નિશાન સાંધ્યુ હતું. ઉદ્ઘવ ઠાકરેએ ફરી એકવાર મહારાષ્ટ્રમાં પાર્ટીને બેસતી કરવા પ્રયાસો હાથ ધર્યા છે. અને જુદાં જુદાં જિલ્લાઓમાં સભાઓ, રેલીઓ કરી લોકોને આર્કષી રહ્યા છે. સંભાજી નગરમાં ઉદ્ધવ ઠાકરેએ આડકતરી રીતે એકનાથ શિંદે (Eknath Shinde) સામે પડકાર ફેંકતા કહ્યું કે તમારામાં તાકાત હોય તો મારા પિતા બાળા સાહેબના બદલે નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડજો. જોકે આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે.
તેમણે એક ન્યૂઝ ચેનલમાં નિવેદન આપતા જણાવ્યું કે, “જયારે કોઈ નરેન્દ્ર મોદીને કંઈક કહે તો OBC સમાજનું અપમાન કરવામાં આવે છે તેવું કહેવાય છે, જયારે કોઇ પ્રશ્ન ઉઠાવે તો દેશની છબી ખરડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તે પ્રકારની નિવેદનબાજી ભાજપના નેતાઓ દ્વારારા કરવામાં આવે છે”.
વડાપ્રધાનની ડિગ્રીને લઈ સાધ્યો નિશાનો
વડાપ્રધાનની શૌક્ષણિક ડિગ્રી માગવાને લઈ હાલ તો જબરજદસ્ત રાજકીય આગ ભભૂકી ઉઠી છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રીની ડિગ્રીની માગ કરી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટે 25,000 હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ઉદ્ઘવ ઠાકરેએ વડાપ્રધાનની ડિગ્રી અંગે પ્રશ્ન કરી પ્રશ્નનો મારો ચલાવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, “ભાજપ અને એકનાથ શિંદેને સરદાર પટેલના આદર્શોને અમલમાં લેવા જોઇએ”. આગામી ચૂંટણીમાં ઉદ્ઘવ ઠાકરેએ તમામ કાર્યકર્તાઓને અત્યારથી જ કમર કસી લેવા આહ્વાન કરીને કહ્યું કે, ચૂંટણી સમયે અસલી શિવસેના કઈ છે? એ મહારાષ્ટ્રની જનતા નક્કી કરશે”.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








