Sunday, April 19, 2026
HomeNationalછત્તીસગઢ સરકારનો યુવાનોના હિતમાં મહત્વનો નિર્ણય જાણો શું કરી જાહેરાત

છત્તીસગઢ સરકારનો યુવાનોના હિતમાં મહત્વનો નિર્ણય જાણો શું કરી જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છત્તસીગઢ: છતીસગઢના (Chhattisgarh) મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે (CM Bhupesh Baghel) શિક્ષિત બેરોજગાર યુવાનો (Unemployment Allowance)માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેના પગલે લાખો યુવાનો ખુશ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ જાહેરાતમાં મુખ્યમંત્રીએ 1 એપ્રિલથી પ્રદેશના બેરોજગાર યુવાનોને રૂપિયા 2500 રોજગાર ભથ્થું આપવાની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે આગામી દિવસોમાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને હાલ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. જેમાં યુવાનોને આકર્ષવા આ પ્રકારની જાહેરાત કરી હોવાનું રાજકીય ક્ષેત્રે ચર્ચાઈ રહ્યું છે. આ જાહેરાત મુજબ આગામી 1 એપ્રિલના રોજથી બેરોજગાર યુવાનોને રૂપિયા 2500 બેરોજગારી ભથ્થું સીધા જ બેન્ક એકાઉન્ટમાં જ ચૂકવવામાં આવશે. ઉપરાંત બેરોજગાર યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે બેરોજગારી ભથ્થાનો લાભ માત્ર એવા જ યુવાનોને મળશે જેમના પરિવારની વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખ કરતા ઓછી હોય. આ જાહેરાતની માહિતી આપતા ભૂપેશ બઘેલે ટ્વિટર પર ટ્વિટ મુકી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આશા છે કે આ ભથ્થું આપણા યુવાનોને સશક્ત બનાવવા અને આત્મનિર્ભરતાની દિશામાં એક સીમાચિહ્ન સમાન સાબિત થશે.

કોને મળી શકે છે બેરોજગારી ભથ્થું

1 બેરોજગારી ભથ્થુ મેળવનાર મૂળ છત્તીસગઢનો નિવાસી હોવું જોઇએ
2 યોજનાનો લાભ મેળવનાર યુવાનની ઉંમર 18 થી 35 વર્ષની હોવી જોઈએ
3 યુવાન 12મું પાસ કરેલો હોવું જોઇએ
4 રોજગાર કાર્યલાયમાં અરજીપંચ બે વર્ષ જુનું હોવું જોઇએ
5 યુવાન પાસે રોજગારનો કોઇ સ્ત્રોત ન હોવો જોઈએ

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular