નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ IPL લીગની (IPL League 2023) 16મી સીઝનની શરૂઆત આગામી 31 માર્ચથી થવા જઈ રહી છે. આ સીઝનની પ્રથમ મેચ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાવાની છે. જોકે આ મેચમાં લાખોની સંખ્યામાં પ્રેક્ષકો આવવાના હોવાના કારણે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) એકશનમાં આવી છે. પોલીસે IPLની મેચ દમિયાન જનપથ ટીથી મોટેરા સુધીનો રોડ બંધ (Ahmeabad Road Closed during IPL) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
1600 પોલીસનો કાફલો
IPL લીગની 16મી સીઝનમાં કુલ 7 મેચ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. મેચ દરમિયાન કાયદો અને સલામતી જળવાઈ રહે તે માટે સ્ટેડિયમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 1600 જવાન તૈનાત રહેશે. પોલીસના પ્લાન મુજબ 5 DCP, 10 ACP સહિતના 1600 પોલીસકર્મી તૈનાત રહેશે. આ સાથે 800 જેટલા ખાનગી સિક્યુરિટિ ગાર્ડ પણ સ્ટેડિયમમાં તૈનાત રહેશે.
BRTS બસની સંખ્યામાં વધારો
અમદાવાદમાં મેચ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય માટે બપોરે 2 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલક માટે બંધ રહેશે. જ્યારે વૈકલ્પિક રૂટ તરીકે જનપથથી ONGC થઈને તપોવન સર્કલ સુધી વાહન ચાલક અવર-જવર કરી શકશે. IPL મેચને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં અગાઉ ફેરફાર કરવામાં આવ્યો હતો અને IPL દરમિયાન રાત્રિના 2:30 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત IPLને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકો સહેલાઈથી અવર-જવર કરી શકે માટે BRTSની 29 બસ વધારવામાં આવી છે. સાથે જ AMTSના રૂટ પણ વધારવામાં આવ્યા છે. જ્યારે વાહન લઈને આવતા પ્રેક્ષકો માટે 20 જેટલા પે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે .
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








