Saturday, May 23, 2026
HomeGujaratમહેસાણામાં આઝાદી કૂચ કેસમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી સહિત 12નો નિર્દોષ છુટકારો

મહેસાણામાં આઝાદી કૂચ કેસમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી સહિત 12નો નિર્દોષ છુટકારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ મહેસાણામાં 5 વર્ષ પહેલા ‘આઝાદી કૂચ’ રેલી કાઢવાના કેસમાં જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) , રેશમા પટેલ (Reshma Patel) સહિત 12ને મહેસાણા જિલ્લા સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ આ કેસમાં મહેસાણા મેજિસ્ટ્રેટ કોર્ટે (Mehsana Magistrate Court) દ્વારા જીગ્નેશ મેવાણીને ત્રણ મહિનાની સજા કરી હતી. જોકે તે ચૂકાદા વિરૂધ્ધ અપીલ કર્યા બાદ તારીખ 17 ઓકટોબર 2022 સુધી સ્ટે મૂકવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, વર્ષ 2017માં ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણામાં બનાસકાંઠાના દિલત પરિવારને ફાળવેલી જમીનનો કબ્જો સોંપવા અંગેની માગણી સાથે મહેસાણાથી ધાનેરા સુધી ‘આઝાદી કુચ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી માટેની પોલીસ પરવાનગી ન હોવા છતાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કૌશિક પરમાર, સુબોધ પરમાર સહિતનાઓએ જોડાયા હતા તેવા આરોપ હતા. જેથી આઝાદી કૂચ રેલી બાબતે 17 સામે પોલીસ ફરિયાદ થઈ હતી. આ કેસમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કુલ 10 આરોપીઓને વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા નામદાર મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ૩ માસની સજાનો હુકમ કર્યો હતો.

- Advertisement -

ત્યારે આજે મહેસાણા જિલ્લા અને સેશન્સ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત AAP (આમ આદમી પાર્ટી)ના નેતા રેશમા પટેલ સહિતના 12 આરોપીઓને મહેસાણાના રેલી સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસ અંગે કોર્ટે જણાવ્યું હતું કે, કથિત ગુનો થયો તે દમિયાન કોઈ નુકસાન થયું નહોતું, પોલીસને કોઈ નુકસાન થયું નહોતું અને આ ગુના સમયે CrPC હેઠળ કોઈ કલમ 144 અમલમાં નહોતી. અધિક જિલ્લા ન્યાયાધીશ સી.એમ. પવારે લોકશાહીમાં ઈરાદાપૂર્વક ચર્ચા અને ચર્ચા કરવાના અધિકારને સમર્થન આપતા ચુકાદો સંભળાવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular