Sunday, November 29, 2026
HomeGujaratAhmedabadસોસાયટી બહાર કચરો હશે તો સોસાયટીને થશે દંડ, AMCની કડક કાર્યવાહી

સોસાયટી બહાર કચરો હશે તો સોસાયટીને થશે દંડ, AMCની કડક કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) સોસાયટી બહાર અને જાહેરમાં કચરો (Waste Outside Society) ફેકનારા વ્યક્તિ માટે AMCના સોલિડવેસ્ટ વિભાગે એકશન પ્લાન (Solid Waste Management) બનાવ્યો છે. આજથી સોસાયટી બહાર જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે કાર્યવાહી કરી AMC 10 હજાર રૂપિયાનો દંડ કરશે. આ કાર્યવાહી માટે મેનેજમેન્ટ વિભાગે 30-30 સભ્યોની 100 ટીમ તૈયાર કરી છે અને જાહેરમાં કચરો ફેંકનારા સામે આજથી જ ઝુંબેશ ચલાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પરથી કચરાના નિકાલ માટે આજથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સોલિડવેસ્ટ દ્વારા 30 સભ્યોની 100 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ શહેરના તમામ ઝોનમાં ચાંપતી નજર રાખી જાહેરમાં તથા સોસાયટીની બહાર કચરો ફેંકનારા લોકો સામે કાર્યવાહી કરી દંડ ફટકારશે. જો સોસાયટીના ગેટ પાસે કચરો જોવા મળશે તો સોસાયટી પાસેથી રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવશે.

- Advertisement -

AMCની ટીમની ફલાઈંગ સ્કોવાર્ડ દ્વારા સ્વચ્છતાના ભાગ રૂપે ગઈકાલે અગલ-અલગ વોર્ડમાં ચેકિંગ કરવામાં આવું હતું. આ દરમિયાન ઓઢવ વોર્ડમાં રહેણાંક વિસ્તારમાંથી નિકળતો એંઠવાડ રોડ પર નાખવા બદલ બે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરીને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે રામોલ વોર્ડમાં મહાદેવ એસ્ટેટ પાસે પ્રાઈવેટ કામદાર દ્વારા રોડ પર કચરો ફેંકતા પકડાતા કાર્યવાહી કરીને પેડલ રીક્ષા જપ્ત કરવામાં આવી હતી. વિરાટનગર વોર્ડમાં 80 ફુટ રોડ પારેના વાણિજ્ય એકમ દ્વારા કચરો નાખી ગંદકી કરવા બદલ એક એકમને સીલ લગાવવામાં આવ્યું હતું. છેલ્લા 10 દિવસમાં ગંદકી કરતાં 930 એકમો ચેક કરીને 74,300 રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. જ્યારે પ્રિતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા 944 એકમો ચેક કરીને રૂપિયા 1 લાખ 14 હજાર કરતા વધારે વહીવટી ચાર્જ વસુલ કરીને 34 કિલો પ્લાસ્ટીક જપ્ત કરીને નાશ કરવામાં આવ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular