નવજીવન ન્યૂઝ. પોરબંદર : Porbandar News: સત્ય, અહિંસા, ચોરી ન કરવી જેઓનું ધ્યેય વાક્ય હતું તેમની પ્રતિમામાંથી જ ચશ્માંની ચોરી થાય છે તો પણ નવાય નથી લાગતી. કેમ કે આ પહેલી વખત થયેલી ઘટના નથી પણ અનેકો વખત આવી ઘટના તેમના જ શહેરમાં બની ચૂકી છે. ત્યારે ફરી એક વખત ગાંધી જન્મ ભૂમિ (Birthplace of Gandhi) પોરબંદરમાંથી ગાંધી પ્રતિમાના ચશ્માં ગાયબ થયા છે. જે અંગે પોરબંદરનગર પાલિકા (porbandar municipality) ને જાણ થતા પાલિકા દ્વારા તરત જ નવા ચશ્માં લગાવી ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.
પોરબંદરમાં ગાંધી જન્મ સ્થાન કિર્તીમંદિર (Gandhi Birthplace Kirti Mandir in Porbandar) નજીક આવેલા માણેકચોકના મધ્યમાં ગાંધીજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા પરથી ગતરાત્રિનાથી વહેલી સવાર વચ્ચે કોઈએ ચશ્મા ચોરી લેતા ચકચાર મચી હતી. આ ઘટના પહેલી વખત બની હોય એવું નથી આ પહેલા ભૂતકાળમાં પણ અનેક વખત ગાંધીની પ્રતિમાના ચશ્માં ચોરીની ઘટના બનેલ છે. ટિખળ ખોર કે ચોર દ્વારા આવા કૃત્યો કરવામાં આવતા હોવાનું લોકોનું માનવું છે. પરંતુ આવું થવાના કારણે બહારથી આવતા પ્રવાસીઓ ચશ્મા વગરના ગાંધીની પ્રતિમા જોઈ પોરબંદરની ખરાબ છાપ સાથે લઈને જતા હોય છે. માટે નગરપાલિકા દ્વારા તાત્કાલીક ધોરણે પ્રતિમાને ચશ્મા લગાવી દેવામાં આવ્યા છે.

ચશ્માં ચોરી અંગેની જાણ થતા નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સાથે જ સવાલ કરી રહ્યા હતા કે ગાંધીજીની પ્રતિમા ખુબ ઉંચાઈ પર આવેલી છે માટે ત્યાંથી ચશ્માં ચોરી કરવા સહેલું કામ નથી. વળી આ પ્રકારે ચોરી કરવા કોઈ જાય તો પણ કોઈની નજર પડ્યા વગર રહે નહીં તો કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હશે? રાષ્ટ્રપિતાની જન્મભૂમિમાં તેમનું વારંવાર અપમાન થઈ રહ્યું હોય પોલીસ દ્વારા કાયમી સમાધાનની કાર્યવાહી થાય તેવી લોકમાગણી ઉઠી છે.
મહત્વની વાત છે કે આ પ્રતિમાની પાછળના ભાગે જ સી.સી.ટી.વી. કેમેરા મુક્વામાં આવ્યા છે. ઉપરાંત આ વિસ્તારમાં આવેલ સોની વેપારીઓની દુકાનની બહાર પણ સી.સી.ટી.વી. કેમેરા આવેલા છે. પ્રતિમા પરથી ચશ્માં ગાયબ થવા અંગે પાલીકાના હેલ્થ ઓફીસર જગદીશભાઈ ઢાંકીને જાણ થતા તેમણે તાત્કાલીક નવા ચશ્મા ખરીદીને પ્રતિમાને પહેરાવ્યા હતા. અને હારતોરા પણ કર્યા હતા.
Tag: Birthplace of Gandhi in Porbandar Gandhi statue Spectacles stolen
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








