Friday, June 5, 2026
HomeGujaratAhmedabadરેલી કાઢવાના નિયમો એક મહિનામાં વેબ પોર્ટલ પર જાહેર કરો, પોલીસ કમિશનરને...

રેલી કાઢવાના નિયમો એક મહિનામાં વેબ પોર્ટલ પર જાહેર કરો, પોલીસ કમિશનરને હાઈ કોર્ટનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટમાં (Gujarat High Court) એક યુવતીની અરજી ઉપર સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે નાગરિકોના માહિતી અધિકારના કાયદાનું પોલીસ ઉલંઘન ન કરી શકે અને કોઈ પણ કારણોસર કાયદાને હાંસિયામાં ધકેલી શકાય નહીં. રેલી કાઢવી કે સભા-સરઘસો કરવા માટે મંજૂરી આપવા માટેના નિયમોને (Rally Rules) વેબ પોર્ટલ (Web Portal)ઉપર જાહેર કરવા માટે કોર્ટે પોલીસ કમિશનરને (Police Commissioner) આદેશ કર્યો છે.

CAA (સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ)ના વિરોધ માટે એક યુવતીએ કનોરીયા સેન્ટરમાં દેખાવ કરવા માટે પોલીસની મંજૂરી માગી હતી, પોલીસ કમિશનરે આ અરજી ફગાવી દીધી હતી અને યુવતીને મંજૂરી આપી ન હતી. ત્યાર બાદ આ યુવતીએ મંજૂરી ન આપવા માટેના કારણો પૂછ્યા તો એ પણ પોલીસ દ્વારા આપવામાં ન આવતા યુવતીએ RTI કરીને આ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. RTIના જવાબમાં પણ પોલીસે કારણો આપવાની ના પડતાં યુવતીએ ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં યુવતીએ રજૂઆત કરી હતી કે પોલીસ દ્વારા મંજૂરી આપવા કે ન આપવા અંગેના નિયમો વેબ પોર્ટલ ઉપર જાહેર કરવા જોઈએ.

- Advertisement -

આ અરજીની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે પોલીસને સૂચનો કર્યા હતા કે, માહિતી અધિકારનો કાયદો લોકશાહીમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ધડવામાં આવ્યો છે, પોલીસ તેને હાંસિયામાં ધકેલી શકે નહીં. સામાન્ય લોકોને અલગ અલગ કાયદાઓ અને નિયમોની ખબર પડે તે માટે પોલીસ એક માહિનામાં આ અંગેના નિયમો વેબ પોર્ટલ પર મૂકે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular