Friday, June 5, 2026
HomeGujaratRajkotમફત રેવડી નથી જોઈતી પણ વીજળી જોઈતી લાગે છે! રાજકોટમાં લાખોની વીજચોરી...

મફત રેવડી નથી જોઈતી પણ વીજળી જોઈતી લાગે છે! રાજકોટમાં લાખોની વીજચોરી ઝડપાઈ રહી છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: PGVCL Raid in Rajkot: લોકોને મફતની રેવડી નથી જોઈતી તેવું વિધાનસભા ચૂંટણી સમયે નેતાઓના ભાષણમાં સાંભળવા મળતું હતું. પરંતુ હાલ જે પ્રકારે રાજકોટમાં (Rajkot) પી.જી.વી.સી.એલ.(PGVCL) દ્વાર વીજ ચોરી (Electricity theft) પકડી પાડવામાં આવે છે, તેને જોતા લાગે છે પ્રજાને રેવડી જોઈતી હોય કે નહીં પણ મફતની વીજળી તો જોઈએ જ છે.

રાજકોટમાં પી.જી.વી.સી.એલ.ની ટીમે મોટા પાયે ચોરી અને ગેરરીતી થતી હોવાનું ધ્યાને આવતા મેગા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ. દ્વારા રાજકોટ શહેરમાં ચેકિંગ હાથ ધરવા 41 જેટલી ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરી છે. ગતરોજ સુધીમાં રાજકોટ શહેરમાં 930 કનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંના 107 કનેક્શનમાંથી રૂપિયા 20 લાખથી વધારેની વીજચોરી પકડી પાડવામાં આવી છે.

- Advertisement -

પી.જી.વી.સી.એલ. દ્વાર સઘન ચકાસણી ઝૂંબેશ હાથ ધરી સતત બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે. જેમાં રાજકોટ શહેરના માધાપર, રૈયારોડ અને બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ વહેલી સવારે પણ 41 ટીમે મેદાને ઉતરી રૂખડીયાપરા, પોપટપરા, રઘુનંદન, વિવેકાનંદનગર, શિવાજીનગર અને સત્તાધાર પાર્ક સહિતના વિસ્તારોમાં સઘન ચકાસણી કરી હતી. જેમાં 15 જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતી કરી વીજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. 4 ફીડરોને આવતી લેતી આ ઝુંબેશમાં લાખોની વીજચોરી ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

TAG: PGVCL Team raid in Rajkot, electricity theft in Rajkot

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular