Monday, June 1, 2026
HomeGujaratSuratક્રિકેટ રમતા વધુ એક યુવાનનુ હાર્ટ એટેકથી મૃત્યુ, સુરતમાં યુવક ફિલ્ડીંગ કરતા...

ક્રિકેટ રમતા વધુ એક યુવાનનુ હાર્ટ એટેકથી મૃત્યુ, સુરતમાં યુવક ફિલ્ડીંગ કરતા ગ્રાઉન્ડમાં ઢળી પડયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: Surat News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતા રમતા અથવા તો ક્રિકેટ રમ્યા (Playing Cricket) બાદ ખેલાડીઓને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે, જે અચંબો પમાડે તેવી ઘટનાઓ છે. થોડા સમય અગાઉ સુરત, રાજકોટ અને અમદાવાદમાં આવી રીતે ખેલાડીઓને રમત દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોય અને મૃત્યુ પામ્યા હોય તેવી ઘટના સામે આવી હતી, ત્યારે ગઇકાલે આવી જ એક વધુ ઘટના સુરતમાં (Surat) સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઓલપાડમાં (Olpad) રહેતો નિમેષ આહિર (Nimesh Ahir) રોજની જેમ ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. આ યુવક ક્રિકેટ રમતા ફિલ્ડીંગ કરી રહ્યો હતો ત્યારે એકાએક ચક્કર આવતા બેભાન થઈ ગયો હતો. રમત મુકી બધા ભેગા થઈ ગયા અને હોસ્પિટલ લઈ ગયા પણ થોડા જ સમયમાં યુવક મૃત્યુ પામ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં ક્રિકેટ રમતા GST અધિકારીને હુમલો આવતા ત્યાં જ ઢળી પડ્યા, જૂઓ વિડીયો

- Advertisement -

જવાન દીકરાના મૃત્યુને પગલે પરિવાર અને ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું હોય એવુ લાગી રહ્યુ છે. આવા બનાવોની ઘટના હાલના સમયમાં ખુબ વધી રહી છે ત્યારે આરોગ્ય વિશે સજાગ થઈને તકેદારી લેવી અગત્યની છે.

નવજીવન ન્યૂઝની ટીમ સાથે યુ.એન. મહેતા હોસ્પિટલ,અમદાવાદનાં ડૉ. સુરેશ એ જણાવ્યું કે “આવા બનાવો બનવાનું કારણ કેફીન કે એસ્ટરોઈડનું સેવન હોય શકે છે. રમતા-રમતા રદયના ધબકારા વધે અને અનિયમિત થય જાય તો પણ વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. મોટા ભાગે આવા બનાવોમાં માતા-પિતા કે કોઈ બીજા પરિવારના સભ્યો સાથે આવું બનતું હોય તો પણ તેમના બાળકો સાથે પણ આવું બનવાની શક્યતાઓ છે. જ્યારે આવી ઘટના બને રદયના ધબકારા વધે, ચક્કર આવે અને વ્યક્તિ બેહોશ થય જાય ત્યારે તાત્કાલિક સી.પી.એમ. (છાતી ઉપર ભાર આપવાથી) વ્યક્તિ રિસ્પોન્સ કરે છે. આવી ઘટનાને રોકવા માટે આરોગ્યની પુરતી કાળજી લઇને સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવું જોઈએ. અને જો સ્વાસ્થ્ય બરોબરનાં હોય તો પછી બહારી રમતો ટાળવી જોઈએ.”

Tag: Surat youth dies of heart attack while playing cricket

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular