નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Weather Forecast: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને હિટવેવની પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. એવામાં ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ચોમાસાની શરૂઆત જેવું જોવા મળ્યું હતું. વાતાવરણમાં (Weather) અચાનક પલટો આવતા રાજ્યના અમરેલી, મહિસાગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર તેમજ બોટાદ અને કચ્છના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ (unseasonal rain) જોવા મળ્યું હતું. બીજી તરફ અમદાવાદમાં (Ahmedabad) પણ ગઈકાલે રાત્રિના સમયથી જ ભારે વાયરો ફૂંકાયો અને કેટલાક સ્થળો પર છાંટા જોવા મળ્યા હતા.
ગઈકાલથી રાજ્યના વાતાવરણમાં અચાનક જ મોટો પલટો જોવા મળ્યો હતો. ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીના એંધાણ છે અને હિટવેવની આશંકા છે. પણ ગઈકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે છાંટા વરસ્યા હતા જ્યારે કચ્છના રાપર તાલુકામાં ખેડૂત પર વીજળી પડતા મોત થયાના પણ અહેવાલ સામે આવ્યા છે. રાપરના 26 વર્ષીય ખેત મજૂર રઘુભાઈ કોળી વીજળી પડતા મોતને ભેટતા પરિવાર શોક મગ્ન બન્યો હતો.
બીજી તરફ ખેડૂતો વરસાદના કારણે પાકને થતા નુકશાનને લઈ ચિંતિત બન્યા છે. તેમાં પણ હવામાન વિભાગની આગાહી ખેડૂતોની ચિંતા વધારે તેમ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 5 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, જ્યારે 6-7 માર્ચના રોજ વલસાડ, નવસારી, સુરત અને 7 માર્ચના રોજ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક હિસ્સામાં વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં શરૂ થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ અસર હોવાનું હવામાન વિભાગનું માનવું છે. આ
રાજ્યના વાતાવરણની આગાહી કરતા હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક હિસ્સામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણપૂર્વ વિસ્તાર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રના ભેજના સ્તર વધરવાનું કારણ અપર લેવલમાં હવાની દિશા દક્ષિણ-પશ્ચિમ હોવાનું માનવમાં આવે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








