Monday, April 20, 2026
HomeGujaratSuratસુરતના એક ઘરમાં જ નકલી ચલણી નોટ છાપવાનું ચાલતું હતું અને પોલીસે...

સુરતના એક ઘરમાં જ નકલી ચલણી નોટ છાપવાનું ચાલતું હતું અને પોલીસે રેડ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Fake Notes News: દેશમાં નોટબંધી (Noteban)થઈ તેને 5 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. નોટબંધી વખતે સરકાર દ્વારા તેવું જણાવવામાં આવ્યું હતું કે 500 અને 2000ની જે નવી નોટ છે તેની નકલ નહીં કરી શકાય, તેમ છતાં હાલ દેશમાં નવી નોટોની પણ નકલી નોટો (Fake Notes) બનવા લાગી છે. તાજેતરમાં સુરત LCB દ્વારા એક ઘરમાં દરોડા કર્યા હતા જ્યાંથી પોલીસને (Surat Police) 4 લાખની કિંમતની નકલી ચલણી નોટો (Fake Indian Currency Notes) મળી આવી હતી.

Surat Fake Notes busted
Surat Fake Notes busted

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ સોસાયટીમાં એક વ્યક્તિ નકલી ચલણી નોટો છાપી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો કરતાં પ્રવીણ રાજા રામ માલી નામના વ્યક્તિના ઘરમાંથી 100, 200 અને 500ના ચલણની 1309 એમ કૂલ 4,62,300 રૂપિયાની નકલી ચલણી નોટ મળી આવી હતી. પોલીસને પ્રવીણના ઘરમાંથી એક કલર પ્રિન્ટર અને નકલી નોટ છાપવા માટેની બે ડાઈ પણ મળી આવી છે.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તે આ રસ્તે વાળ્યો હતો. પ્રવીણ અલગ અલગ સોશિયલ મીડિયા અને યુટ્યુબના મધ્યમથી નકલી ચલણી નોટ છાપવાનું શીખ્યો હતો. તે સ્ક્રીન પ્રિંટિંગ ફ્રેમ બનાવીને સાચી નોટને સ્કેન કરીને અલગ અલગ સૉફ્ટવેર દ્વારા નકલી ચલણી નોટ છાપતો હતો અને બાદમાં બજારમાં નાના નાના વેપારીઓને છૂટક આપી દેતો હતો.

Tag : fake currency notes busted from kadodara, surat

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular