નવજીવન ન્યૂઝ. રાજકોટ: એક કા ડબલ અને ઊંચા વ્યાજની લોભાણી સ્કીમ થકી ગ્રાહકોને ચૂનો લગાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે રાજકોટમાં પણ આવી જ એક ઘટનાને અંજામ આપી અંદાજે 600 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. જેમાં ઊંચા વ્યાજ મેળવવા માટે રોકાણ કરવા ગયેલા ગ્રાહકોને મૂળી પણ ગુમાવવાનો વખત આવ્યો હતો. ત્યારે આ મામલે રાજકોટ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ઊંચા વ્યાજની લાલચ આપી 600 કરોડની ઠગાઈ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલો આરોપી અક્રમ અંસારી ગુજરાતભરમાંથી કેટલાય ગ્રાહકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવી ચૂક્યો છે. વર્ષ 2018માં અંદાજીત 1500 કરતા પણ વધારે ગ્રાહકોએ ઊંચા વ્યાજની લાલચમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટી દ્વારા કેટલાક લોકોને હપ્તા ચૂકવી ભરોસો પેદા કર્યો હતો અને જ્યારે તગડી રકમ એકત્રિત થઈ ત્યારે કરોડનું ફુલેકું ફેરવી આરોપીઓ નાસી ગયા હતા. આ સમાચાર મળતા જ રોકાણકારો કે જે ઊંચા વ્યાજની રાહે બેઠા હતા તેમને રડવાનો વખત આવ્યો હતો.
મહત્વની વાત છે કે, મીડિયા દ્વારા મળતી જાણકારી અનુસાર આરોપી અક્રમ અંસારી વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીનો રિજનલ મેનેજર હતો. જેને આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે. પરંતુ હવે જ્યારે અક્રમ અંસારી પોલીસને હાથ લાગી ગયો છે ત્યારે જોવું રહ્યું કે અક્રમ શું કબૂલાત પોલીસને આપે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








