નવજીવન ન્યૂઝ. સુરત: Surat Latest news: સુરતના હીરાબાગ સર્કલ (Surat City)વિસ્તારમાં આજરોજ આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળ્યા હતા. વિઠ્ઠલનગર સોસાયટીમાં અચાનક જ પાઈપ નળમાંથી કાદવ (Mud in Society) નિકળવા લાગ્યો હતો. જોતજોતામાં કાદવનું સ્તર એ હદે ફેલાયું કે સમગ્ર સોસાયટી કાદવથી ભરાઈ ગઈ હતી. કાદવથી લથબથ સોસાયટીના ચિંતિત રહીશો અચાનક કાદવ ઉભરાતો જોઈ ઘરની બહાર દોડી આવ્યા હતા.
વરસાદની ઋતુમાં રસ્તા પર કિચડ જોવા મળે તે સામાન્ય બાબત છે. પરંતુ વિના વરસાદે સમગ્ર સોસાયટી કાદવથી ભરાઈ જાય તે વાત માન્યમાં ન આવે તેવી છે. પરંતુ આવી જ ઘટના સુરતના હીરાબાગ સર્કલ નજીની વિઠ્ઠલનગર સોસાયટીમાં બની છે. જેમાં રહીશોના ઘરના નળ અને ગટર તેમજ વૉશબેસીનમાંથી અચાનક જ કાદવ નીકળવા લાગ્યો હતો અને કાદવના કારણે ઘર કાદવથી ભરાય ગયા હતા. બાદમાં અવિરત વહી રહેલા કાદવનો પ્રવાહ થોડી વારમાં સમગ્ર સોસાયટીમાં ફરી વળતા સોસાયટીના રહીશો ચિંતામાં મુકાયા હતા. ઘર અને સોસાયટીમાં વહેતો કાદવ જોઈ રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ મામલે તંત્રને જાણ કરી હતી.

સોસાયટીના રહીશોની મદદે તંત્ર આવે તે પહેલા તેમના ઘર બચાવવા પ્રયાસ કરતા લોકો નજરે પડી રહ્યા હતા. જેમાં કેટલાક લોકોએ કાદવને અટકાવા ઈંટોની આડશ બનાવવા અને ઘરના ગટરના કનેક્શનને પથ્થરથી બંધ કરવા પ્રયાસ કર્યા હતા. આશ્ચર્યજનક રીતે નીકળી રહેલા કાદવને કારણે સોસાયટીની હાલત એટલી બદતર થઈ છે કે, ઘરની બહાર નીકળતા લોકો કાદવથી લથબથ થઈ જતા હતા.
મહત્વની વાત છે કે, સોસાયટીના રહીશો દ્વારા આવું થવા પાછળ મેટ્રો રેલના પ્રોજેક્ટને જવાબદાર ઠેરવ્યો હતો. તેમનું કહેવું છે કે, હીરાબાગ પાસેથી પસાર થતી મેટ્રો લાઈનની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે ખોદકામ માટે હેવી મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે કંઈક ગરબડ થવાથી તેમની સોસાયટીમાં ગટર અને પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવી રહ્યો છે અને તેઓ કફોળી સ્થિતીમાં મુકાયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








