Friday, April 17, 2026
HomeGujaratGir Somnathડૉ. ચગની આત્મહત્યામાં ભાજપના સાંસદની સંડોવણી? જૂઓ સુસાઈડ નોટમાં શું લખ્યું છે…

ડૉ. ચગની આત્મહત્યામાં ભાજપના સાંસદની સંડોવણી? જૂઓ સુસાઈડ નોટમાં શું લખ્યું છે…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: Veraval Crime News: આજરોજ ગીર સોમનાથ (Gir Somnath)જિલ્લાના વિખ્યાત તબીબ અતુલ ચગે આત્મહત્યા (Doctor atul chag suicide in veraval) કરી જીવન ટૂંકાવ્યું છે. અતુલ ચગની આત્મહત્યા બાદ તેમની પાસેથી એક મળેલી સુસાઈડ નોટે (Suicide Note) ચકચાર જગાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના તબીબ અતુલ ચગે આજરોજ પોતાની બસસ્ટેશન વિસ્તારમાં આવેલી હોસ્પિટલ ખાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અગમ્ય કારણોસર ડૉ. ચગની આત્મહત્યાના કારણોને લઈ અનેક તર્કવિતર્ક સાંભળવા મળી રહ્યા હતા. દરમિયાન પોલીસને ડૉ. અતુલ ચગની સુસાઈડ નોટ હાથ લાગી હતી. સુસાઈડ નોટમાં ડૉ. ચગે જીવન ટૂંકાવવા પાછળના લખેલું કારણ સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

- Advertisement -
veraval doctor atul chag suicide note
veraval doctor atul chag suicide note

પોલીસને ડૉ. ચગની સુસાઈડ નોટ મળી હતી. જેમાં ડૉ. ચગે એક લીટીમાં લખ્યું છે કે, “હું નારણભાઈ અને રાજશેભાઈ ચુડાસમાને કારણે આપઘાત કરું છું.” આ સુસાઈડ નોટના મથાળે ડૉ. ચગે આજની તારીખ 12 ફેબ્રુઆરી 2023 લખેલી જોવા મળતા આજે જ તેમણે આ સુસાઈડ નોટ લખી હોવાનું માનવામાં આવે છે. સુસાઈડ નોટમાં લખેલા નામ કથિત રીતે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના અને તેમના પિતા નારણભાઈનું નામ હોવાનું માનવામાં આવે છે. ત્યારે ડૉ. ચગની સુસાઈડ નોટમાં ગીર સોમનાથથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાં અને સાંસદના પિતા નારણભાઈનું નામ મોતના કારણ પાછળ જવાબદાર હોવાનું જણાવવામાં આવતા રાજકીય આલમમાં ભૂકંપ સર્જાયો હતો. માનવમાં આવે છે કે ડૉ. અતુલ ચગ રાજેશ ચુડાસમાના આર્થિક વ્યવહારોના કર્તાહર્તા. માટે ડૉ. ચગ સાંસદ રાજેશ ચૂડાસમા અને નારણભાઈ સાથેની નાણાકીય લેવડ-દેવડની ચિંતામાં હતા.

આમ ડૉ. ચગની સુસાઈડ નોટ મળતા આત્મહત્યાનો કેસ હાઈપ્રોફાઈલ બની ગયો છે. ત્યારે પોલીસે ડૉ. ચગના પોસ્ટમોર્ટમ અને સમગ્ર પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીઓને હાજર રાખ્યા હતા અને વિડીયોગ્રાફી પણ કરી હતી. હવે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં કેવા ખુલાસા થાય છે? હાલ તો આશંકા સેવાઈ રહી છે કે ડૉ. અતુલ ચગની આત્મહત્યા પાછળ રાજકીય માથાઓની સંડૉવણી છે. અને જો પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવશે તો મામલામાં સંડૉવાયેલા રાજકીય નેતાઓની મુશ્કેલી વધી શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular