નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Crime News : રાજકીય નેતાઓ અને તેમના મળતીયાઓ દ્વારા ટોલનાકા (Toll Booth) પર પૈસા નહીં ચૂકવવા લુખ્ખાગીરીના સમાચાર (fights Scenes) કોઈ નવી વાત નથી રહી. જાણે નેતા બની ગયા એટલે દાદાગીરી અને લુખ્ખાગીરી કરવાનો પીળો પરવાનો મળતો હોય તેવી ઘટના વડોદરાથી(Vadodara)સામે આવી છે. જેમાં વડોદરાના ભરથાણા ટોલનાકા (BharthanKarjan Toll Plaza) પર ભાજપના નેતા પ્રણવસિંહ અટલિયાના ભાઈ જયવીરસિંહ અટાલિયાએ ટોલનાકે માથાકૂટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના કરજણ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ભરથાણા ટોલનાકા પર પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોહિલ ફરજ બજાવી રહ્યા હતા. પૃથ્વીરાજસિંહ ટોલનાકાના બૂથ નંબર 22 પર ટોલટેક્સ કલેક્શન કરી રહ્યા હતા દરમિયાન રાત્રિના 10:30 વાગ્યા આસપાસ ભરૂચ તરફ જતી એક કાર આવી હતી. જી.જે. 16 સી.એન. 5268 નંબરની કાર ટોલનાકા પર ઉભી રહેતા પૃથ્વીરાજસિંહે ટોલટેક્સની રકમ ચૂકવવા કહ્યું હતું. પરંતુ કાર ચાલકે પૈસા ચૂકવવા આનાકાની કરી પોતે કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહનો ભાઈ હોવાનું જણાવ્યું હતું. ટીસી પૃથ્વીરાજસિંહે આ મામલાની જાણ મેનેજરને કરતા મેનેજરે પ્રણવસિંહ સાથે ફોન પર વાત કરાવવાનું જણાવ્યું હતું. જેથી જયવીરસિંહે પૃથ્વીરાજસિંહને પોતાના ફોનમાંથી પ્રણવસિંહ સાથે વાત કરાવી હતી.

ટીસી પૃથ્વીરાજસિંહનો આક્ષેપ છે કે, ભાજપના નેતા પ્રણવસિંહે ફોનમાં પૃથ્વીરાજસિંહને અભદ્ર ભાષામાં વાત કરી ગાળો ભાંડતા કહ્યું કે ‘કરજણમાં મને બધા ઓળખે છે, તું નથી ઓળખતો? કેમ મારી ગાડી જવા નથી દેતો?’ સાથે જ ધમકી આપી હતી કે ‘તું બારી પર રહેજે હં આવું છું. આમ માથાકૂટ કરી જયવીરસિંહ ટોલટેક્સની રકમ ભર્યા વગર જ જતો રહ્યો હતો.’ આ માથાકૂટ બાદ પૃથ્વીરાજસિંહે કાર ચાલકને ટેક્સની રકમ ચૂકવ્યા વિના જ જવા દીધો હતો.
બાદમાં ભરથાણા ટોલનાકા પર ઘસી આવેલા પ્રણવસિંહે ટોલાનાકા પર ધમાલ મચાવાનું શરૂ કર્યું હતું. પ્રણવસિંહે ટોલાનાકા પર તોડફોડ કરી અને બેરીકેડ્સ અને બુથના કાચનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. સાથે જ ફરજ પર રહેલા પૃથ્વીરાજસિંહ ગોહિલને મારમારી લુખ્ખાગીરી કરી હતી. આ માલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોહિલની ફરિયાદના આધારે ગુનો દાખ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કરજણ પોલીસે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ અજયસિંહ અટાલિયા અને તેના ભાઈ જયવીરસિંહ અજયસિંહ અટાલિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધી હોવાના અહેવાલ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796