નવજીવન.રાજકોટઃહાથમાં સત્તા હોય અને પોલીસ મુક પ્રેક્ષક હોય ત્યારે શું થાય તેનું એક ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું હતું. એક તરફ અમદાવાદમાં પેપર લીક મુદ્દે કોંગ્રેસને બાઈક રેલી કરવાની પોલીસ પરવાનગી મળી નહીં તેને કારણે પોલીસે તેમની અટકાયત કરી લીધી, આમ આદમી પાર્ટીના નેતાઓને સોળ પડી ગયા એવા ફટકાર્યા ત્યાં બીજી બાજુ અહીં રાજકોટમાં એબીવીપી દ્વારા યોજાયેલી કાર રેલીમાં બેફામ વાહન રોંગ સાઈડ પર હંકારી અને રોડ વચ્ચે વાહનો ઊભા કરી ટ્રાફીક જામ કરી મુકનારા નેતાઓ સામે કાર્યવાહીની માગ ઉઠી રહી છે.
રાજકોટના યાજ્ઞિક રોડ પર એબીવીપીની રેલી દરમિયાન વાહન બેફામ હંકારી કોટેચા ચોક પાસે રોડ વચ્ચે કાર ઊભી રાખી ટ્રાફીકજામ કરી હીચકારો મચાવી મુકાયો હતો. ટ્રાફિકના નિયમ મુદ્દે અહીં સામાન્ય જનતા અને નેતાઓ વચ્ચેનું બેવડું વલણ જોવા મળી રહ્યું છે. એબીવીપીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ છે જે અહીં અહેવાલના અંતમાં દર્શાવાયો છે. જેમાં વિદ્યાર્થી નેતાઓ રોડનું ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર વાહન ચલાવી અન્ય વાહન ચાલકોના જીવ સાથે રીતસર રમત કરતાં જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ માટે આ ઘટના એક શરમ જનક ઘટના કહી શકાય તેવી છે કારણ કે એક તરફ રાજકોટ શહેર પોલીસ અને ટ્રાફીક પોલીસ સામાન્યજન માટે કડક દંડે કામ કરે છે ત્યાં નેતાઓને આવી હરકત પર પણ કાર્યવાહી ન થાય તો લોકોમાં આ અંગે કેવી છાપ ઊભી થશે તે જોવું રહ્યું કારણ કે લોકો આ નેતાઓને કાયદાનો પાઠ ભણાવાય તેવી આશા સાથે બેઠા છે.
રાજકોટઃ જુઓ Video, ABVPની રેલીમાં લોકોના જીવ કેવા જોખમાયા, પોલીસ અહીં શું કાર્યવાહી કરશે?#ViralVideo #Rajkot pic.twitter.com/0FK1axBhah
— Navajivan (@Navajivan1) December 22, 2021
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












