નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront Ahmedabad) પર તાજેતરમાં જ નવા બનેલા ફૂટ ઑવરબ્રિજ (Foot Over Bridge)પરથી એક યુવાને મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. ફૂટ ઑવરબ્રિજ પર આત્મહત્યાની આ પ્રથમ ઘટના છે. ફૂટ ઑવરબ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવતા હાજર ગાર્ડે તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. બે કલાક ચાલેલી રેસ્ક્યુની કામગીરી બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ પાલનપુરનો યુવક પારિતોષ મોદી અમદાવાદની NHL મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરે છે. પારિતોષ મોદીએ ગત રાત્રીના સમય દરમિયાન સાબરમતી નદી પરના ફૂટ ઑવરબ્રિજપરથી મોતની છલાંગ લગાવી દધી હતી. યુવકે બ્રિજના ફ્રેમ પાસે જઈને નદીમાં કુદી પડતું મુક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની 2 કલાકની મહેનત બાદ યુવકનો મૃતદેહ સાબરમતી નદીમાંથી મળી આવ્યોહ હતો.
પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી હતી. સાથે જ પોલીસે તપાસ હાથ ધરતા પોલીસને બ્રિજના ફ્રેમ પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે આ યુવાનનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક પરિતોષ મોદીએ તેના સોશિયલ મીડિયામાં 8 કલાક પહેલા ફ્રીડમની પોસ્ટ મુકી હતી અને ત્યારબાદ મોતની છલાંગ લગાવી હતી. ત્યારે હવે પોલીસે પારિતોષ મોદીની આત્મહત્યાનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા ફૂટ ઑવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે બ્રીજની રોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. આ બ્રિજ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિક્યુરિટી અને બાઉન્સર્સ પણ તૈનાત રાખવામાં આવે છે તેવો દાવો રિવરફ્રન્ટના તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. તેમ છતાં યુવક બ્રિજની ફ્રેમ પાસે કેવી રીતે પહોંચી ગયો તે મોટો સવાલ ખડો થઈ રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








