Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadગોતા નજીક નિર્માણાધીન એમ્યુઝમેન્ટ પાર્કમાં આગ લાગી, આગ કાબુમાં લેવા ફાયરબ્રિગેડના 16...

ગોતા નજીક નિર્માણાધીન એમ્યુઝમેન્ટ પાર્કમાં આગ લાગી, આગ કાબુમાં લેવા ફાયરબ્રિગેડના 16 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ગોતા વિસ્તારમાં સોલા ટેલિફોન એક્સચેન્જની નજીક બની રહેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે એમ્યુઝમેન્ટનું બાંધકામ થઈ રહ્યું હોવાને કારણે અહિયાં પ્લાસ્ટિક અને લાકડા સહિતનું રો મટિરિયલ પડ્યું હતું જેમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટે 16 વાહનો રવાના કરવામાં આવ્યા હતા.

Ahmedabad Gota Fire News
Ahmedabad Gota Fire News

પ્રાથમિક જાણકારી મુજબ આ એમ્યુઝમેન્ટ પાર્કના માલિક મહેન્દ્ર પટેલ ઉર્ફે જલધરા છે, તેઓ સિંધુ ભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ પાર્કના પણ માલિક છે. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “સંભવિત રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી શકી હોય શકે. આ એમ્યુઝમેન્ટ પાર્કનું બાંધકામ ચાલી રહ્યું હોવાને કારણે રો મટિરિયલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લાગે છે. આ એમ્યુઝમેન્ટ પાર્કનું 70 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું હતું અને આગામી માર્ચ માહિનામાં અમે તેને ઓપન કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ હવે કેટલું નુકસાન થયું છે તે અંગે અંદાજ લગાવ્યા બાદ જ નવો સમય નક્કી કરવામાં આવશે.”

- Advertisement -
fire broke out at an under-construction amusement park
fire broke out at an under-construction amusement park

ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટે 16 જેટલા વાહનો મોકલવામાં આવ્યા હતા, પરંતુ આગ વિકરાળ હોવાને કારણે આગને કાબુમાં લેવા માટે એમ્યુઝમેન્ટ પાર્કની દીવાલ તોડીને બાજુના ખેતરમાંથી ફાયર વિભાગના બે વાહનો લઈ જવા પડ્યા હતા. પ્રાથમિક જાણકારી મુજબ એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જોકે હાલ કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી રહી.

Fire in Gota Ahmedabad
Fire in Gota Ahmedabad

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular