Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ડીંગુચાના પરિવારનો મોત મામલે 2 એજન્ટની...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ડીંગુચાના પરિવારનો મોત મામલે 2 એજન્ટની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગતવર્ષે તારીખ 19 જાન્યુઆરીના રોજ મહેસાણાના ડીંગુચા ગામના એક પરિવારના (Dingucha Family Death Case) 4 સભ્યોનું કેનેડાથી અમેરીકામાં ઘુસવા જતા મોત નિપજ્યું હતું. આ કેસ સંદર્ભે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ(Ahmedabad Crime Branch)ને હાથ મોટી સફળતા લાગી છે. જેમાં અમેરીકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવતા 2 એજન્ટોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. ડીંગુચાના પરિવારના મૃત્યુ બાદથી આજીપી પ્રેમવિરસિંગ અને ડીસીપી ચૈતન્ય માંડલીકે ખાનગી રાહે અભિયાન ચલાવી ગેરકાયદેસર રીતે અમેરીકામાં ઘુસાડતા એજન્ટોની શોધખોળ આદરી હતી, જેમાં ટેકનીકલ સર્વેલન્સ માટે પીએસઆઈ દિલીપ ઠાકોર સહિતના અધિકારીઓની મહિનાઓની મહેનત બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા સાંપડી છે.

ઘટનાની મળતી વિગત એવી છે કે, તારીખ 19 જાન્યુઆરી 2022ના રોજ મહેસાણાના ડિંગુચા પરિવારના બાળકો સહિતના ચાર સભ્યો કેનેડાથી અમેરીકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા દરમિયાન મોતને ભેટ્યા હતા. ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાના પડઘા પડતા ગુજરાત પોલીસે ગેરકાયદેસર અમેરીકામાં મોકલતા એજન્ટોની તપાસ હાથ ધરી હતી. જેમાં વિગતો ખુલી હતી કે ગુજરાતના કેટલાક એજન્ટો રૂપિયા 65 લાખ લઈ અમેરીકામાં લોકોને ઘુસણખોરીનો કારોબાર ચલાવે છે. ઉપરાંત વર્ષ 2021માં અમદાવાદ અને આસપાસના જિલ્લામાંથી આ પ્રકારે 11 જેટલા ભારતીય નાગરિકોને કેનેડાથઈ અમેરીકામાં ઘુસણખોરી કરાવી હતી. ડીંગુચાના પરિવારના મૃત્યુ મામલે ગંભીરતાથી તપાસ આગળ વધારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસના આરોપીઓને ઝડપી લેવા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં તેમને ઉત્તરાયણના દિવસે મોટી સફળતા હાથ લાગ હતી અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાંબી મહેનત બાદ ગાંધીનગર જિલ્લાના પલસાણાના ભાવેશ અશોકભાઈ પટેલ અને અમદાવાદના મેમનગરમાં રહેતા યોગેશ ચુનીલાલ પટેલની ગત 14 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં ખુલ્યું હતું કે, આરોપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાના ઓઠા તળે અમેરીકા જવા ઈચ્છતા લોકોને કેનેડાના વિઝા અપાવી ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરીકામાં ઘુસણખોરી કરાવે છે. સાથે જ માહિતી મળી હતી કે, આરોપીઓ ભારતમાંથી કેનેડા સ્થિત તેમના મળતીયાઓ થકી અમેરીકામાં લોકોને ગેરકાયદેસર રીતે ઘુસાડતા હતા.

સાથે જ આરોપીઓ કબુલાત કરી હતી કે, તેમણે અમદાવાદના પ્રિયંકા ચૌધરી અને માણસાના પ્રિન્સ ચૌધરીને કેનેડા મોક્યા હતા. જ્યાં આરોપી ફેનીલએ બિટ્ટુપાજી નામના આરોપીની મદદથી બંનેને ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યો તેમજ અન્ય 5 ભારતીય નાગરિકોને એક એજન્ટ મારફતે કેનેડાના વેનકુવર થી વીનીપેગ મોકલ્યા હતા. જ્યાંથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરવા દરમિયાન ડીંગુચા ગામના પરિવારના સભ્યોના ઠંડીમાં મોત થયા હતા. જ્યારે પ્રિયંકા ચૌધરીની આંગળીઓ થીજી ગઈ હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હાલ બંને આરોપીની ધરપકડ કરી મામલાની આગળની તપાસ પી.આઈ. બી.એસ. સુથારને સોંપી હોવાની માહિતી મળી રહી છે. સાથે જ માહિતી મળી રહી છે કે, આ મામલે હજુ અન્ય એજન્ટોના નામની સંડોવણી પણ ખુલી શકે છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular