Sunday, April 19, 2026
HomeGujaratRajkotVideo:TRB જવાન અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી, પોલીસે કરી કાર્યવાહી: રાજકોટ

Video:TRB જવાન અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી, પોલીસે કરી કાર્યવાહી: રાજકોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ : આજરોજ બપોરે રાજકોટ(Rajkot) શહેરમાં ટીઆરબી જવાન (Rajkot Traffic Police) અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણના દૃષ્યો જોવા મળ્યા હતા. બોલાચાલીથી શરૂ થયેલી માથાકૂટ એટલી હદે વણસી હતી કે વાહન ચાલકે ટીઆરબી જવાન સાથે ઝપાઝપી કરી હતી. આ ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ થતા સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરના મધ્યમાં આવેલા બસ સ્ટેશન સામે ટીઆરબી જવાન અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. વાહન રાખવાની વાતને લઈ થયેલી બોલાચાલી બાદ વાહન ચાલકે ટીઆરબી જવાન સામે હાથ ઉગામ્યો હતો. બાદમાં ટીઆરબી જવાન સાથે વાહન ચાલકે ઘર્ષણ કરી ઝપાઝપી કરી હતી. ઘર્ષણને કારણે રસ્તા પર લોકોના ટોળા એક્ત્રિત થયા હતા. મામલાની જાણ પોલીસ કન્ટ્રોલને થતા તાત્કાલીક પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ ઘર્ષણ કરનાર યુવકને પકડી પીસીઆર વાનમાં બેસાડી દીધો હતો. આ ઘટના સમયે સ્થળ પર હાજર એક વ્યક્તિએ સમગ્ર ઘટનાને મોબાઈલ ફોનના કેમેરામાં કેદ કરી હતી. બાદમાં વિડીયો સોશિયલ મીડિયા મારફતે ફરતો થતા વિડીયો વાયરલ બન્યો છે.

- Advertisement -

આ મામલે સ્થાનીક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ભૂકણ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, ‘ટીઆરબી સાથે ઘર્ષણની આ ઘટના બાદ વાહન ચાલકને અટક કરી લેવાયો હતો. બાદમાં તેના વાહનને ટ્રાફિક પોલીસે કલમ 207ની જોગવાઈ હેઠળ ડિટેઈન કર્યું છે.’

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular