Sunday, April 19, 2026
HomeNationalમુંબઈ એરપોર્ટ પર કરોડોના ડ્રગ સાથે ઝડપાયેલા મુસાફરનું હનીટ્રેપ કનેક્શન આવ્યું સામે

મુંબઈ એરપોર્ટ પર કરોડોના ડ્રગ સાથે ઝડપાયેલા મુસાફરનું હનીટ્રેપ કનેક્શન આવ્યું સામે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈઃ મુંબઈ એરપોર્ટ(Mumbai Airport)પર કસ્ટમ વિભાગએ એક મુસાફરની બેગમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ(Drugs) ઝડપી પાડ્યુ છે. કસ્ટમ વિભાગે ડ્રગ્સના જથ્થા સાથે એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. મુંબઈ(Mumbai) એરપોર્ટ પર અગાઉ પણ અનેક વખત મુસાફર ડ્રગ્સ સાથે પકડાયા છે. ભારતીય નાગરિકની પુછપરછ કરતા તે હનીટ્રેપ(Honey Trap)નો શિકાર થયો હોવાનો ખુલાસો થયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, 6 જાન્યુઆરીએ મુંબઈ એરપોર્ટ પર 28.10 કરોડ રૂપિયાના 2 કિલો 810 ગ્રામ કોકેઈન સાથે ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. કોકેઈનને ડફલ બેગમાં ખાસ ડિઝાઇન કરાયેલ બેગમાં છુપાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે એક મહિલાએ આરોપી સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. મહિલાએ પહેલા વ્યક્તિને નોકરી અપાવવા માટે છેતર્યો હતો, ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવાની વાત કરી અને પૈસાની લાલચ આપી હતી. આ આડમાં આરોપી અદીસ અબાબાથી કોકેઈન લઈને મુંબઈ પહોંચ્યો હતો.

- Advertisement -

મુસાફર મુંબઈથી દિલ્હી જઈ રહ્યો હતો તે દરમિયાન મુંબઈ એરપોર્ટ પર બેગમાં છુપાવેલું કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું હતું. મુસાફરની ધરપકડ કરીને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને હનીટ્રેપમાં ફસાવનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે કે, આ ટોળકી પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે.

નવા વર્ષની શરૂઆતથી મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા ત્રીજી વખત ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. 4 જાન્યુઆરીએ કસ્ટમ્સે મુંબઈ એરપોર્ટ પર એક ભારતીય મુસાફરની ધરપકડ કરી હતી, જે 4.47 કિલો હેરોઈન સાથે આફ્રિકાના દેશ નાઈરોબીથી ઉતર્યો હતો. 6 જૂને અન્ય એક ભારતીય મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી, જે 1.596 કિલો કોકેઈન સાથે મુસાફરી કરી રહ્યો હતો. આ સિવાય મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સે 2023માં 13.73 કિલો સોનું અને 1.5 કરોડનું વિદેશી ચલણ પણ જપ્ત કર્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular