Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadનવા વર્ષે મોંઘવારીનો વધુ એક ડામઃ અદાણી ગેસે CNGમાં કર્યો ભાવ વધારો

નવા વર્ષે મોંઘવારીનો વધુ એક ડામઃ અદાણી ગેસે CNGમાં કર્યો ભાવ વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ નવા વર્ષની શરૂઆત થતાં જ સામાન્ય જનતાને એક બાદ એક મોંધવારીનો ડામ મળી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાત ગેસ દ્વારા CNG અને PNG ગેસમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે અદાણી ગેસ (Adani CNG Price Today) દ્વારા પણ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે અદાણી ગેસમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સતત વધતા જતાં CNG ગેસના ભાવના કારણે સામાન્ય જનતાની સ્થીતિ કફોડી બની રહી છે.

અદાણી ગેસ દ્વારા આજે CNG ભાવમાં વધારો ઝીંક્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. અદાણી CNGનો જૂનો ભાવ 79.34 રૂપિયા હતો, જે હવેથી વધીને 80.34 પર પહોંચ્યો છે. ઉલ્લખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત ગેસમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવતા ગુજરાત ગેસના CNGનો ભાવ 78.52 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી CNG ગેસમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર રીક્ષા ચાલકો પર પડી રહી છે.

- Advertisement -

એક વર્ષ પહેલાની વાત કરીએ CNG ગેસનો ભાવ 67.59 રૂપિયા પ્રતિ કિલો હતો. ગત જાન્યુઆરી 2022માં અદાણી CNG ગેસમાં 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેથી ગત વર્ષની શરૂઆતમાં જ CNGનો ભાવ 70.09 રૂપિયા પર પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષની અંદર CNGના ભાવમાં 10 રૂપિયા જેટલો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. હાલ પેટ્રોલ અને CNG ગેસના ભાવ વચ્ચેનું અંતર 16 રૂપિયા જેટલુ જ રહ્યું છે. જે રીતે CNG ગેસના ભાવ વધી રહ્યા છે તે જોતા આગામી સમયમાં પેટ્રોલ અને CNG ગેસના ભાગ એક સરખા જોવા મળે તો નવાઈ નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular