Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં આજરોજ 4 નવા ટ્રસ્ટીના નામ પર લાગી મહોર

ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં આજરોજ 4 નવા ટ્રસ્ટીના નામ પર લાગી મહોર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: મહાત્મા ગાંધી(Mahatma Gandhi) દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ(Gujarat Vidhyapith)માં આજરોજ 4 નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે. આજરોજ ગૂજરાત વિદ્યાપીઠના ટ્ર્સ્ટી મંડળની એક બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ અમદાવાદ ખાતે સ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ટ્ર્સ્ટી મંડળની બેઠક મળી હતી. તાજેતરમાં જ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પદે રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યની નિમણૂક બાદ મળેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં 4 નવા ટ્રસ્ટીના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી. આ દરખાસ્ત ટ્રસ્ટી મંડળના સભ્યોએ વિચાર વિમર્શ બાદ સર્વાનુમતે મંજૂર રાખી હતી. આમ દરખાસ્ત મંજૂર થતા હવે ટ્રસ્ટી મંડળમાં ગફુરભાઈ બીલખીયા, રાજશ્રી બીરલા, દિલીપ ઠાકર, અને હર્ષદ પટેલના નામનો ઉમેરો થશે.

- Advertisement -

ટ્ર્સ્ટી મંડળના નવા સભ્યો તરીકે સામેલ થયેલા ગફુરભાઈ બીલખીયા પદ્મશ્રી પુરસ્કારથી જ્યારે રાજશ્રી બીરલા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત થયેલા છે. જ્યારે દિલીપ ઠાકર રાજ્યના પૂર્વ મુખ્ય માહિતી કમિશનર રહ્યા છે જ્યારે હર્ષદ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટીના કુલપતિનો કાર્યભાર સંભાળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે દેવવ્રત આચાર્યના નામને લઈ ટ્રસ્ટી મંડળમાં વિવાદ જાગ્યો હતો. સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોએ પણ આ ઘટનાને રાજકીય કારસો ગણાવ્યો હતો. આ વિવાદ સમયે ટ્ર્સ્ટી મંડળના 8 સભ્યોએ પદ પરથી રાજીનામા ધરી દીધા હતા. બાદમાં રાજીનામા ધરનાર ટ્રસ્ટીઓને સેવકો દ્વારા સમજાવટ કરવામાં આવી હતી છતાં પણ મામલો થાળે પડ્યો નહીં અને તેમણે રાજીનામા પરત ખેંચ્યા ન હતા. આખરે આ 8 ટ્રસ્ટીઓના રાજીનામા સ્વિકાર કરવામાં આવતા ટ્રસ્ટી મંડળમાં 8 બેઠકો ખાલી પડેલી હતી. જેના અનુસંધાને ટ્રસ્ટીઓએ નવા 4 ટ્રસ્ટીઓનો ઉમેરો કર્યો છે. આગામી સમયમાં હજુ પણ ખાલી પડેલી 4 ટ્રસ્ટીઓની જગ્યા પર નવા ટ્રસ્ટીના નામ ઉમેરાઈ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular