Thursday, June 4, 2026
HomeNationalઅકસ્માત થતા કાર નીચે ફસાયેલી યુવતીને 5 કિલોમીટર સુધી ઢસડી, ચાલક વારંવાર...

અકસ્માત થતા કાર નીચે ફસાયેલી યુવતીને 5 કિલોમીટર સુધી ઢસડી, ચાલક વારંવાર લેતો હતો યુ ટર્ન

- Advertisement -

નવી દિલ્હી: દિલ્હી(Delhi)માં એક વાહન સવાર 20 વર્ષની છોકરીને કારે ટક્કર મારી હતી અને પછી તેને કેટલાક કિલોમીટર સુધી ઢસડી હતી. આ દર્દનાક અકસ્માતમાં યુવતીનું મોત થયું હતું. આ કેસમાં આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં(Delhi Police FIR) કલમ 304 (હત્યાની કલમ ન હોવાના કારણે દોષિત હત્યા) ઉમેરવામાં આવી છે. અકસ્માતના પ્રત્યક્ષદર્શી દીપક દહિયાએ જણાવ્યું કે આરોપીઓ તેમના વાહનની નીચે ફસાયેલી છોકરીના મૃતદેહ લગભગ દોઢ કલાક સુધી ફેરવતા રહ્યા હતા. દીપક દહિયા લાડપુર ગામમાં કાંઝાવાલા રોડ પર મીઠાઈની દુકાન ચલાવે છે.

delhi car accident
delhi car accident

પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “સવારના 3:20 વાગ્યા હતા… હું દુકાનની બહાર ઊભો હતો ત્યારે મને લગભગ 100 મીટર દૂર એક વાહનમાંથી જોરદાર અવાજ સંભળાયો. પહેલા તો મને લાગ્યું કે આ ટાયર ફાટ્યું છે. મેં જોયું કે એક સ્કુટી કારની નીચે ઘસડાઈ રહી હતી. મેં તરત જ પોલીસને જાણ કરી,” 3.30 વાગ્યાની આસપાસ કારે યુ-ટર્ન લીધો હતો, મહિલાનું શરીર વાહનની નીચે ફસાઈ ગયું હતું. આરોપી વારંવાર યુ-ટર્ન લઈને લગભગ 4-5 કિલોમીટર સુધી રોડ પર ગાડી ચલાવતો રહ્યો.

- Advertisement -

તેણે કહ્યું, “મેં તેમને ઘણી વખત રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ વાહન રોક્યું નહીં. લગભગ દોઢ કલાક સુધી તેઓ યુવતીના મૃતદેહને લગભગ 20 કિમી સુધી લઈ ગયા. દહિયાએ કહ્યું કે તેણે તેની બાઇક પર કારનો પીછો પણ કર્યો અને તે પોલીસના સંપર્કમાં છે. તેણે જણાવ્યું કે લગભગ દોઢ કલાક પછી કંજાવાલા રોડ પર જ્યોતિ ગામ પાસે કાર નીચેથી મૃતદેહ બહાર આવી ગયો, ત્યારબાદ આરોપી ભાગી ગયો. આ માત્ર અકસ્માત ન હોઈ શકે.”

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે યુવતી સ્કૂટી પરથી પડી હતી અને કારની નીચે ફસાતા દૂર સુધી ઢસડાઈ ગઈ હતી. પોલીસે રજિસ્ટર્ડ કાર નંબરના આધારે આરોપીને પકડી લીધા હતા. આરોપીઓએ પોલીસને કહ્યું કે વાહનના કાચ બંધ હતી અને જોરથી મ્યુઝિક વગાડવામાં આવી રહ્યું હતું, તેથી તેઓને ખબર ન પડી. જ્યારે તેમને ખબર પડી તો તેઓ સ્થળ પરથી ભાગી ગયા. ઘટના બાદ યુવતીની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે કારથી ઢસડાવાના કારણે તેના કપડા અને શરીરનો પાછળનો ભાગ ફાટી ગયો હતો. દિલ્હી મહિલા આયોગ (DCW)ના વડા સ્વાતિ માલીવાલે પણ આ મામલાની નોંધ લીધી હતી અને દિલ્હી પોલીસને નોટિસ આપી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular