Tuesday, May 26, 2026
HomeGujaratગોધરામાં પતંગ પકડવા જતા મળ્યું મોત, યુવકની ટ્રેન સાથે થઈ ટક્કર

ગોધરામાં પતંગ પકડવા જતા મળ્યું મોત, યુવકની ટ્રેન સાથે થઈ ટક્કર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોધરા : ઉતરાયણનો તહેવાર(Kite Festival)નજીક આવતા જ પતંગ-દોરીને કારણે થતા અકસ્માતમાં જીવ ગુમાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે બાળકોમાં પતંગ-દોરીનો ક્રેઝ વધારે હોય છે. જેના કારણે પતંગ પકડવા જતા ધાબા પરથી પડી જવાની તો કેટલીકવાર રસ્તાઓમાં વાહન સાથે અથડાતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ગોધરામાં (Godhra)પતંગ પકડવા જતા એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

હજૂ ઉતરાયણના તહેવારને 12 દિવસની વાર છે પરંતુ પતંગ રસીકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉતરાયણના તહેવાર પહેલાથી જ પતંગ રસીકો ધાબા પર ચઢી પતંગ ઉડાવવા લાગ્યા છે. એવામાં ગોધરામાં એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં કપાયેલા પતંગને પકડવા માટે દોટ મુકી 22 વર્ષનો યુવાન મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. યુવક દોડતા-દોડતા શહેરના પુરાવા રેલવે ફાટક નજીકના ટ્રેક પર પહોંચી ગયો હતો. દરમિયાન ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડીની અડફેટ આવતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતું.

- Advertisement -

ઘટનાન પ્રત્યક્ષદર્શીના મતે યુવક પતંગ પકડવામાં એટલો મશગુલ હતો કે તેને ધ્યાન જ ન રહ્યું કે ટ્રેન આવી રહી છે. આમ પતંગ પકડવા મુકેલી દોટ યુવકને મોતના દ્વાર સુધી ખેંચી ગઈ હતી. રેલવે ટ્રેક પર યુવકના ટ્રેન સાથે થયેલા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગુજરાત રેલવે પોલીસ અને રેલવેના કર્મચારી સ્થળ પર પહોંચી ગયા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular