Sunday, April 19, 2026
HomeGujaratવડનગરમાં PM મોદીના માતા હીરાબાની પ્રાર્થના સભા યોજાઈ, અનેક મંત્રી રહ્યા હાજર

વડનગરમાં PM મોદીના માતા હીરાબાની પ્રાર્થના સભા યોજાઈ, અનેક મંત્રી રહ્યા હાજર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડનગર: ગુજરાતના વડનગરમાં (Vadnagar) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના માતા હીરાબેન મોદીની સ્મૃતિમાં આજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રાર્થનાસભા સવારે 9:00 થી બપોરે 12:00 દરમિયાન યોજાઈ હતી. હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. 30 ડિસેમ્બર, 2022 ના રોજ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં (Ahmedabad UN Mehta Hospital) 100 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

વડનગરના જવાહર નવોદય હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. વહેલી સવારથી જ પ્રાથના સભાએ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા, સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદી, સોમાભાઈ તેમજ નરેન્દ્ર મોદીની બહેન વસંતીબેન સહિતનાઓ હીરાબાની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે, હીરાબાના અવસાન બાદ આજે પરિવાર દ્વારા વડનગર ખાતે ધાર્મિક વિધિ અનુસાર પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. હીરાબાની સાદગી તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યે દેશ પ્રત્યે એમની જે ભાવના એના કારણે એમના પરિવારના સંબંધોના કારણે તેમજ તેમના દીકરા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એમનો પરિવાર જે રીતે સમગ્ર જીવન વડનગરને આપ્યું તેને ધ્યાનમાં રાખીને આજે પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા છે.

વડાપ્રધાન મોદી, તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં ગાંધીનગરના સ્મશાનભૂમિમાં હીરાબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પાંચ પુત્રો – પીએમ મોદી અને તેમના ભાઈઓ સોમાભાઈ, અમૃતભાઈ, પ્રહલાદભાઈ અને પંકજભાઈ અને એક પુત્રી વાસંતીબેન છે.

હીરાબાના અવસાન પર શોક વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં નમન કરે છે… માતામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે. અને મૂલ્યો માટે પ્રતિબદ્ધ જીવન સમાયેલ છે. જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતાથી જીવન જીવો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular