નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ગઈકાલે 31 ડિસેમ્બરે (December 31) વર્ષ 2022ની અંતિમ રાત્રિ હતી. ત્યારે નવા વર્ષની ઉજ્જવણી માટે શહેરમાં અનેક જગ્યાએ પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ શહેરમાં કાયદોને અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ(Ahmedabad Police) દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમયે અમદાવાદમાં ગઈકાલે યુવાનનું અપહરણ કરીને હત્યાનો બનાવ સામે આવ્યો છે.
અમદાવાદમાં ગઈકાલે 31st ની રાત્રે ડમરુ સર્કલ સેકટર 3 વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. 25 વર્ષીય રાજેન્દ્ર કાનારમ નવલ નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. અંદાજે 4 લોકો સેક્ટર 3થી ઉપાડીને સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસેના અવાવરૂં જગ્યા પર લાવ્યા હતા. ત્યારબાદ યુવાન પર હુમલો કરીને મોતનું નિપજાવી મૃતદેહને રેલ્વે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો હતો.
ચાણક્યપૂરી વિસ્તારમાં ગઈકાલ રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. ચાણક્યપુરીના રામચોકમાં માથાકુટ થતાં 4થી 5 અજાણ્યા લોકોએ યુવાનનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ સોલાબ્રિજ પાસે અવાવરું જગ્યાએ લઇ ગયા હતા. રેલ્વે ટ્રેક નજીક યુવાનની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દઈને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને મૃતદેહ અંગેની જાણકારી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં પત્થરના ઘા ઝીંકી કરાઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. યુવકની હત્યા પહેલાના CCTV સામે આવ્યા છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








