Friday, April 17, 2026
HomeBusinessરૂપિયો ૮૩ની સપાટી કુદાવવામાં નિષ્ફળ જતાં મંદિવાળાઓનો આશાવાદ જીવંત

રૂપિયો ૮૩ની સપાટી કુદાવવામાં નિષ્ફળ જતાં મંદિવાળાઓનો આશાવાદ જીવંત

- Advertisement -

પેમેન્ટ કરવા માટે ભારતીયોને હવે કાગળિયા રૂપિયા જમા કરવા નહીં પડે
હવે પછી એટીએમમાંથી રોકડ મેળવવા બેન્ક સુધી જવાની જરૂર નહીં પડે
બેંકમાં રજીસ્ટ્રેશન કરાવશો કે તરતજ તમે નાણાંની લેવડદેવડ કારવા ડીઆર સગવડનો ઉપયોગ કરવા સક્ષમ બની જશો

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): એશિયા પેસિફિક કરન્સી બજારનો આંતરપ્રવાહ નબળો પડી ગયો છે, બરાબર એજ સમયે ખાસ કરીને ચીન ખાતે કોવિદની રામાયણ અને ડોલર રૂપિયા(Indian Rupees)ના મંદિવાળા સામે નવા પડકારો ઊભા થયા છે. અલબત્ત, દૈનિક બંધ ભાવ વારંવાર રૂ. ૮૩ની સપાટી કુદાવવામાં નિષ્ફળ જતાં, મંદિવાળાઓનો આશાવાદ જીવંત રહ્યો છે. આટલું અધૂરું હોય તેમ ભારત ઓઇલ આયાત પર નિર્ભર હોવાથી ક્રૂડ ઓઇલ ભાવની નબળાઈએ, રૂપિયાને વેગથી ઘટતો અટકાવવામાં મદદ કરી છે. ચીનમાં કોરોના મહામારીએ એશિયન દેશોમાં જોખમનું પ્રમાણ વધારી દીધું છે. પણ ઘટતા અમેરિકન ટ્રેઝરી યીલ્ડએ અમેરિકન ડોલર સામે રૂપિયામાં મંદિનો ખેલ પાડનારાઓને વધુ સાવધ કરી નાખ્યા છે.

કરન્સી ટ્રેડરો કહે છે કે સ્થાનિક શેરબજારમાં નબળાઈ અને વિદેશી હૂંડિયામણ વિદેશ પગ કરવા છતાં, ડોલર સામે રૂપિયો શુક્રવારે ૮૨.૬૯ અને ૮૨.૮૯ વચ્ચે રેંજબાઉન્ડ થઈ ગયો હતો. બુધવાર સુધી મંદિવાળાનો હાથ ઉપર હતો, પરંતુ મુખ્યત્વે અમેરિકન ટ્રેઝરી યીલ્ડ ઘટવા સાથે, વ્યાપક પણે મજબૂત ડોલરે, મક્કમ થતાં રૂપિયા સામે નવા પડકારો ઊભા કર્યા હતા. આ બધા વચ્ચે ૨૦૨૨ના વર્ષાન્ત પૂર્વે ઓછા સોદે ક્રૂડ ઓઇલ નીચા ભાવે ઓફર થવા લાગ્યું હતું. બુધવારે ૧૦ વર્ષીય અમેરિકન ટ્રેઝરી યીલ્ડ, ૧૯ ઓકટોબર પછીની નવી ઉંચાઈએ ગયા બાદ ૨.૮ બેસિસ પોઈન્ટ ઘટીને ૩.૮૫૮ ટકા રહ્યું હતું. બેંચમાર્ક અમેરિકન બોન્ડ કુપન્સમાં ત્રણ સપ્તાહની ઊંચાઈએથી ગુરુવારે નફા બુકિંગ આવતા, ડોલર ઇંડેક્સ ઇન્ટ્રાડેમાં ૦.૧૫ ટકાના ઘટાડે ૧૦૪.૦૫ પોઈન્ટ સુધી દબાણમાં આવ્યો હતો.

- Advertisement -

ચીન મહામારીના આંકડા છુપાવતું હોવાની શંકાને આધારે, ભારત સહિતના અસંખ્ય દેશોએ ચીનથી આવતા પ્રવાસીઓ માટે કોવિદ ટેસ્ટ ફરજિયાત બનાવતા, કરન્સી બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. ઘટી ગયેલી ત્રીજા ત્રિમાસિકની ખાધ, પછી ભારતના માળખાગત ઉત્પાદનોમાં ઘટાડો નવેમ્બર સુધી લંબાયો હતો, તેણે પણ ટૂંકાગાળા માટે રૂપિયાને દિશાનિર્દેશન આપ્યું હતું. આ તરફ હવે સાપ્તાહિક અમેરિકન બેરોજગારી ભથ્થું અને ડિસેમ્બર પીએમઆઈ ટૂંકગાળાના લક્ષ્યાંક માટે ધ્યાનમાં લેવાના રહેશે. સર્વાંગી રીતે જોઈએ તો વર્ષાત પહેલા કામકાજોમાં આવનારી ઢીલાશ રૂપિયા ડોલરના માસિક સુધારાને નક્કર બનાવશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૧ ડિસેમ્બરથી ડિજિટલ રૂપી (ડીઆર) તરતો મૂકી દીધો છે, જે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી તરીકે જાણીતો છે. ડીઆરને પાઈલોટ પ્રોજેક્ટના મોડમાં લાઈ જવા માટે રિઝર્વ બેન્કે ચાર શિડ્યુલ્ડ કામર્સિયલ બેન્કોને સંચાલન કરવાની સત્તા આપી છે. સામસામા એકાઉન્ટ સરભર કરવાના પેમેન્ટ માટે ભારતીયોને હવે કાગળિયા રૂપિયા જમા કરવા નહીં પડે.

હવે પછીથી વ્યક્તિગત, મેક્રો, મધ્યમ અને નાના ઉધ્યોગઓ (એમએસએમઇ) રોકડ પેમેન્ટ કરવા માટે બેંકમાં જવાની જાતે પોતે જવાની આવશ્યકતા નહીં રહે, ના એટીએમમાં રોકડ મેળવવા બેન્ક સુધી જવાની જરૂર પડશે. આ સુવિધા પ્રાપ્ત કરવા તમે બેંકમાં રજીસ્ટ્રેશન કરાવશો કે તરતજ તમે નાણાંની લેવડદેવડ કારવા ડીઆર સગવડનો ઉપયોગ કરવા સક્ષમ બની જશો. અહી નોંધવાનું એ રહેશે કે તમારે ડીઆરનો ઉપયોગ કરનારને કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવવાની જરૂર નહીં રહે. આખા જગતમાં હવે બહુ ઓછા લોકો નિયમિત પણે રોકડમાં વેવહાર કરતાં રહી ગયા છે તેઓ રોકાડને બદલે વર્ચ્યુઅલ કારન્સીનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. ભારતીય રિઝર્વ બેન્ક સહિત ન્યુયોર્ક ફેડરલ રિઝર્વ બેન્ક અને વિશ્વની મહત્તમ બેન્કોએ ડિજિટલ રૂપિયા/ડોલર જેવી કારન્સીના ઉપયોગ માટે ૧૨ સપ્તાહના પાઈલોટ પ્રોજેક્ટમાં સંગઠિત પણે જોડાઈ ગયા છે. કેટલાંક નિષ્ણાતો અને એક્ટીવિસ્ટો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે બેન્કિંગ સગવડતાઓ સસ્તા ભાવે મહત્તમ સેવાઓ આપે છે ટેબઈ સેવા ડિજિટલ કરન્સી આપી શકશે?

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular