નવજીવન ન્યૂઝ. નાસિક: મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિક (Nashik)માં ત્રણ વાહનનો અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત બાદ ઘટના સ્થળે પોંહચેલી પોલીસે(Maharashtra Police) કારની તલાસી લેતા ચોકવનારા દ્રશ્ય સામે આવ્યા હતા. પોલીસને કારમાંથી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવતા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કારમાંથી મળેલી ચલણી નોટ્સ નકલી હોવાનું સામે આવ્યું હતું.

નાસિકના અંબાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રાહદારીઓ એકત્રીત થતાં લોકોને અકસ્માત થયેલી એક કાર પાસેથી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. કારની અંદર ઘણી બધી નોટો હોવાના સમાચાર સાંભળીને ભીડ એકઠી થઈ ગઈ. પોલીસે તપાસ કરતાં કારમાંથી રૂ.1 કરોડની નકલી નોટો મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જો આ અકસ્માત ન થયો હોત તો પોલીસના હાથે 1 કરોડ રૂપિયાની નકલી નોટો હાથમાં આવી ન હોત. આ અકસ્માત આજે મધ્યરાત્રિએ મહારાષ્ટ્રના નાસિકના અંબાડ વિસ્તારમાં થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નશામાં ધૂત ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. પોલીસે ટક્કર મારનાર કારની તલાશી લેતા કારની અંદરથી એક કરોડ રૂપિયાની નકલી નોટ મળી આવી હતી. અકસ્માત બાદ પોલીસ ક્રેઈનની મદદથી અકસ્માત થયેલી કારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે કે આ નકલી નોટો ક્યાંથી લાવવામાં આવી હતી. ઉપરાંત દારૂ પીને વાહન ચલાવનાર ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








