નવજીવન ન્યૂઝ. મહીસાગર: મહીસાગર(Mahisagar) જિલ્લાના સંતરામપુર તાલુકાના વાકડી ગ્રામ પંચાયતની ચાલુ ગ્રામસભા મિટિંગમાં વિજયકુમાર દેવદાસ મુંડવાડા નામના વિકલાંગ વ્યક્તિ કે જે વાંકડી નાળ ફળિયામાં રહે છે તેને સરપંચના પિતા દ્વારા માર મારવામાં આવ્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ગ્રામસભામાં ગામના વિકલાંગ યુવાન વિજય દ્વારા રજૂઆત કરવામાં આવી કે ગ્રામસભામાં કેટલા ગ્રામજનો હોય તો ગ્રામસભા શરૂ કરાય તેમજ, ગામમાં ગ્રામસભાનો એજન્ડા કેટલા ગ્રામજનોને મળ્યો ?તેવું કહેતા જ વાકડી ગ્રામ પંચાયતના સરપંચના પિતાની દાદાગીરી સામે આવી હતી અને વિકલાંગ યુવાનને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચના પિતા દ્વારા ગ્રામ પંચાયતમાં મનસ્વી વહીવટી કરી ગેરરીતિઓ આચરવામાં આવે છે. તેમજ સત્તાનો દૂર ઉપયોગ કરાતા ગામના યુવાને ગ્રામ સભામાં રજૂઆત કરી હતી.

આ મામલે પીડિતનું કહેવું છે કે સરપંચના પિતાએ પોતાની કરતૂતો દબાવી દેવા લોકોને ધાકધમકી આપી ચાલુ ગ્રામસભામાં તેને માર માર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








