Sunday, April 19, 2026
HomeGujaratSuratસુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવે તેવી ઘટના ફરી સર્જાઈ, પ્રેમીએ જાહેરમાં પ્રમીકાના...

સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવે તેવી ઘટના ફરી સર્જાઈ, પ્રેમીએ જાહેરમાં પ્રમીકાના ગળા પર કટર ફેરવી દીધું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં જાહેરમાં એક તરફી પ્રેમીએ ગ્રીષ્માની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. તેવી જ ફરી એક ઘટના સુરતના સચીન વિસ્તારમાં સામે આવી છે. જેમાં ઝનૂની પ્રેમીએ પૂર્વપ્રેયસીને ગળાના ભાગે જાહેરમાં ધારદાર કટર ફેરવી દેવામાં આવ્યું છે. ગળુ કપાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પ્રેમી યુવકની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ ઘટના એવી છે કે, મૂલ ઉમરપાડાની વતની 22 વર્ષીય યુવતી સુરતના સચીન સ્થિત એપેરલ પાર્કના એક કારખાનામાં નોકરી કરે છે. યુવતીને કોરોના પહેલાના સમયે તાપીના નીઝર ખાતેના બોરદા ગામના યુવક રામસિંગ ગુલાબસિંગ પાડવી સાથે પ્રેમ થયો હતો. વર્ષ 2019માં બંને એક સાથે કામ કરતા હતા દરમિયાન પ્રેમ સબંધ બંધાયો હતો. યુવક રામસિંગ નાની-મોટી બાબતે યુવતી સાથે રકઝક કરતો હોય બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું. બાદમાં બંનેના પ્રેમ સબંધ પર પૂર્ણ વિરામ લાગ્યો હતો.

- Advertisement -

સુરતમાં હત્યાઓ પછી પોલીસ-ગૃહમંત્રી પર માછલા ધોવાય, પણ શું હત્યા અટકાવી શકાય ખરી? જાણો આ 9 મુદ્દા

પ્રેમ સબંધ પૂર્ણ થયા બાદ પણ પ્રેમી રામસિંગે યુવતી પર સતત સબંધ રાખવા દબાણ કર્યું હતું. પરંતુ યુવતી સબંધ રાખવા નહીં ઈચ્છતી હોય ગીન્નાયેલા રામસિંગે તેણીને સચીન વિસ્તારમાં રસ્તામાં આંતરી હતી. આ તકે લોકો એકત્રીત થઈ જતા રામસિંગ નાસી છૂટ્યો હતો. બાદમાં બુધવારની સવારે યુવતી સહેલી સાથે નોકરી પર જતી હતી તે સમયે રામસિંગે ફરી તેણીને અટકાવી હતી. તેણીને અટકાવી સાથે આવવા દબાણ કરતા યુવતીએ ઈન્કાર કર્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાઈ રામસિંગે ધારદાર કટર યુવતીના ગળે હુલાવી દીધું હતું.

જાહેર માર્ગ પર યુવતીનું ગળું કાપી નાખવાની કોશીષ કરતા હાહાકાર મચી ગયો હતો. રામસિંગ ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. બાદમાં યુવતીને સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી પ્રેમી રામસિંગની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular