Friday, July 17, 2026
HomeGujaratગુજરાત વિધાનસભા સત્ર પહેલાં 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો

ગુજરાત વિધાનસભા સત્ર પહેલાં 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા 2022 (Gujarat Assembly 2022) માં કોઈ પક્ષ વગર ચૂંટણી લડીને જીત મેળવનાર 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન કર્યું છે. વાઘોડિયા, ધાનેરા અને બાયડના અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે મુલાકાત કર્યા બાદ ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. જોકે ચૂંટણીના પરિણામની જાહેરાત બાદ ભાજપમાં કેટલાક ધારાસભ્ય જોડાવાની ચર્ચા ચાલી રહી હતી.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપમાં રહેલા નેતાઓ જ ભાજપ સામે મોરચો માંડ્યો હતો. કારણ કે ભાજપમાંથી ટિકિટ નહીં મળતા નારાજ થઈ ને કેટલાક નેતાઓએ અપક્ષ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું હતું. જોકે ચૂંટણીના જંગમાં કેટલાક નેતાઓએ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોને હરાવીને ચૂંટણી જીત્યા હતા. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કેમ કે ત્રણ અપક્ષ ધારાસભ્યએ ભાજપને ટેકો જાહેર કર્યો છે.

- Advertisement -

બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા (Dhavalsingh Zala), વાઘોડિયાથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા (Dharmendrasingh Vaghela) અને ધાનેરાથી જીતેલા માવજી દેસાઈ (Mavji Desai) ભાજપને ટેકો જાહેર કર્યો છે. વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેથી મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડી હતી. જ્યારે કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી હતી અને ધમેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. મતનું વિભાજન થતા તેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા.

જ્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી હતી તે દરમિયાન બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા તેમના સમર્થકોએ ગાંધીનગર કમલમ ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમ છતાં ભાજપે બાયડ બેઠક પરથી ભીખીબેન પરમારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી અને આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે ધવલસિંહ ઝાલા તમામને હરાવીને જીત મેળવી હતી.

ધાનેરા બેઠક પરથી ભાજપ દ્વારા ભગવાનજી ચૌધરીને ટિકિટ આપવામાં આવતા માવજી દેસાઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ પટેલ અને AAPએ સુરેશ દાવડાને ટિકિટ આપી હતી. જોકે માવજી દેસાઈ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોને હરાવીને 35,696ની લીડથી જીત હાંસલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નેતાઓને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરનારોઓને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular