Friday, July 17, 2026
HomeGujaratRajkotરાણો રાણાની રીતે પોલીસ સમક્ષ રજૂ થયો ? દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ...

રાણો રાણાની રીતે પોલીસ સમક્ષ રજૂ થયો ? દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેરમાં મયુરસિંહ નામના યુવકને ઢોર માર માર્યાના ચકચારી કેસમાં ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. ડાયરા કલાકાર દેવાયત ખવડે પોલીસ પકડથી દૂર રહી આગોતરા જામીન માટે પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન આજરોજ આગોતરા જામીન અરજી મામલે નિર્ણય નહીં આવતા દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારે અચાનક જ દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયો છે. અચાનક દેવાયત ખવડના પોલીસ સમક્ષ રજૂ થવાની ઘટનાને પગલે અનેક પ્રકારના તર્કો શરૂ થયા છે.

ઘટનાની વિગત એવી છે કે, તાજેતરમાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલા હરિહર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવકને ઢોર માર મારવાની ઘટના નોંધાઈ હતી. આ ઘટનાના કથિત સીસીટીવી ફૂટેજમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત તેના સાગ્રીત હોવાનો દાવો થયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ દેવાયત ખવડ(Devayat Khavad)પોલીસ પકડમાં નહીં આવતા ક્ષત્રિય સમાજ ખફા થયો હતો. સાથે જ ક્ષત્રિય સમાજે એક બાદ એક પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆતો તેમજ આવેદન પત્ર પણ પાઠવ્યા હતા. ઉપરાંત પિડીત યુવકના પિતરાઈએ પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરતો પત્ર લખ્યાની વાત સામે આવી હતી. ત્યારે દેવાયત ખવડની બબાલ પોલીસ માટે પણ ગળાનું હાડકું બની રહી હતી.

- Advertisement -

આ ઘટનામાં ફરાર આરોપી દેવાયત ખવડને ઝડપી લેવાની માગણીઓ વચ્ચે આજરોજ બપોરના સમયે અચાનક જ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થયો હતો. વિવાદીત ઘટના બાદ એકાએક દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ પાસે જઈ બેસી જાય તે વાત રાજકોટવાસીઓને ગળે ઉતરતી નથી. કેટલાક તો સવાલ પેદા કરી રહ્યાં છે કે, ગુનો એ ડિવીઝન વિસ્તારમાં નોંધાયો હતો પરંતુ દેવાયત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સામેથી જઈ રજૂ શા માટે થાય. લોકોના સવાલમાં દમ હોય તો બની શકે કે દેવાયત ખવડ અને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ વચ્ચે સંપર્ક બનાવાયો હોય અને ગળે આવેલું હાડકું ઉતારવા પોલીસે રજૂ થવાની સમજાવટ કરી હોય. ખેર હવે જોવું રહ્યું કે પોલીસ સમક્ષ રજૂ થયેલા દેવાયત ખવડને નામદાર કોર્ટ સમક્ષ રજૂ થાય ત્યારે જામીન મળે છે કે કેમ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular