Tuesday, September 1, 2026
HomeNationalપંજાબમાં મળશે હેલ્ધી અને સસ્તો દારૂ ! ભગવંત માન સરકારની આ રહી...

પંજાબમાં મળશે હેલ્ધી અને સસ્તો દારૂ ! ભગવંત માન સરકારની આ રહી યોજના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: બિહારના લઠ્ઠાકાંડની ઘટના બાદ પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે નવો વિચાર રજૂ કર્યો છે. પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સોગંદનામું રજૂ કરી એક્સાઈઝ નીતિ મામલે સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવ્યું છે કે, લોકોને ગેરકાયદેસર દારૂથી દૂર રાખવા માટે બજારમાં હિલ્ધી અને સસ્તો દારૂ લાવવામાં આવશે. સાથે જ ગેરકાયદેસર દારૂના વેપારીઓ અને ઉત્પાદનકર્તાઓ સામે નિયમિત કાર્યવાહી કરવામાં આવે છે.

વિગત કંઈક એવી છે કે, પંજાબમાં નકલી દારૂ અને ઝેરી દારૂના વેચાણ મામલે દેશની સર્વોચ્ચય અદાલતમાં એક સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પંજાબ સરકારે જણાવ્યું હતું કે, તેઓ લોકોને ઝેરી દારૂથી દૂર રાખવા માટે એક વિકલ્પ આપવા કામ કરી રહ્યાં છે. જેમાં દેશુ દારુનું સસ્તુ વર્ઝન લાવવામાં આવશે. રાજ્ય સરકારે હાલની આબકારી નીતિમાં 40 ડિગ્રી પ્રુફ દેશી દારૂનું સસ્તુ વર્ઝન રજૂ કર્યું છે. આ દારૂ વિકલ્પ બનશે ગેરકાયદેસર ઘરેલુ દારુનું.

- Advertisement -

સાથે જ પંજાબ સરકારે કહ્યું હતું કે, રાજ્યનો આબકારી અને મહેસૂલ વિબાગને દારૂના ગેરકાયદેસર વેપારને રોકવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમજ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને ઉપયોગ સામે જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં અરજદારે અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે, પંજાબ પોલીસ ગેરકાનૂની દારૂના વેચતા નાના લોકોની ધરપકડ કરે છે પણ પોલીસ દારુના ઉત્પાદન કરનાર અને સપ્લાયર ઝડપી લેતી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પંજાબ સરકારને ટકોર કરતા કહ્યું કે પંજાબ સરકાર ગેરકાયદેસર દારુના વેપારને ખતમ કરવા કડક કાર્યવાહી કરતી નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular