Saturday, May 23, 2026
HomeGujaratCM ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળી થયા સત્તારૂઢ, મંત્રીમંડળે પણ સંભાળ્યો કાર્યભાર,...

CM ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળી થયા સત્તારૂઢ, મંત્રીમંડળે પણ સંભાળ્યો કાર્યભાર, વાંચો કોની કઈ ચેમ્બર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર ભાજપની જંગી બહુમતી સાથે સરકાર બનતા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. ગઈકાલે PM મોદી સહીતના કેન્દ્રીય નેતાઓ અને અન્ય રાજ્યના CMઓની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમડંળની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓએ શપથ લીધા હતા અને પ્રથમ કેબિનેટની મીટીંગ બાદ મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા હતા. જોકે આજે મુખ્યમંત્રી અને મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવાર સવારે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના ચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.

- Advertisement -

સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મુખ્ય કાર્યાલય રહેશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ચેમ્બર નંબર 4માં કાર્યભાર સંભાળશે. જગદીશ વિશ્વકર્મા ચેમ્બર નંબર 2માં કાર્યભાર સંભાળશે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ અને ડો. કુબેર ડિંડોર સ્વર્ણિમ સંકુલમાં ચેમ્બર નંબર 1માં કાર્યભાર સંભાળશે, રાઘવજી પટેલ ચેમ્બર નંબર 2માં કાર્યભાર સંભાળશે, બળવંત સિંહ રાજપૂત તથા ભાનુબેન બાબરીયા ચેમ્બર નંબર 3માં કાર્યભાર સંભાળશે, કુંવરજી બાવળિયા ચેમ્બર નંબર 4માં કાર્યભાર સંભાળશે, મૂળૂ બેરા ચેમ્બર નંબર 5માં કાર્યભાર સંભાળશે, પરષોત્તમ સોલંકી ચેમ્બર નંબર 1 માં કાર્યભાર સંભાળશે, બચુભાઈ ખાબડ ચેમ્બર નંબર 3માં કાર્યભાર સંભાળશે જ્યારે મૂકેશ પટેલ ચેમ્બર નંબર 1માં કાર્યભાર સંભાળશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular