Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ ઉતરાયણ પહેલા જ પતંગ ચગાવવા ગયેલો બાળક ધાબેથી પટકાતા કમકમાટી ભર્યું...

અમદાવાદઃ ઉતરાયણ પહેલા જ પતંગ ચગાવવા ગયેલો બાળક ધાબેથી પટકાતા કમકમાટી ભર્યું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ઉતરાયણના તહેવાર (Kite Festival)ની હજી એક મહિના જેટલીવાર છે. પરંતુ ઉતરાયણ (Uttarayan) પહેલા જ બાળકો અને પતંગ રસિયા ધાબા પર ચઢી આનંદ માણતા હોય છે. ઉતરાયણમાં પતંગની દોરીના કારણે અનેક પશુ-પક્ષી અને માણસોને જીવ ગુમાવો પડતો હોય છે. તો કેટલાક પતંગ ચગાવવામાં એટલા મશગુલ થઈ જતાં હોય છે કે ધાબા પરથી પટકાતા હોય છે. ત્યારે ઉતરાયણ પહેલા જ અમદાવાદમાં એક આઠ વર્ષનો બાળક ધાબા પરથી પટકાતા મોતને ભેટયો છે.

ઉતરાયણનો તહેવાર આવતા જ ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી એક ઘટના અમદાવાદ (Ahmedabad)ના સાબરમતી વિસ્તારના ડી કેબિનના સમર્થ્ય સ્ટેટ્સમાં બની છે. જ્યાં એક આઠ વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબા પર ચડ્યો હતો. બાળક પતંગ ચગાવતા ધાબેથી નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકની લાગતી પ્રસરી હતી. ઉતરાયણ નજીક આવતા પતંગ દોરી માટે દોડાદોડ કરવામાં અનેક બાળકો મોતને ભેટતા હોય છે. ત્યારે આ ઘટનાથી એક સંદેશો આપવાનો પ્રયત્ન છે કે, ઉતરાયણની ઉજવણી સુરક્ષિત કરો અને બાળકોને એકલા જવા દેવા ન જોઈએ.

- Advertisement -

સાબરમતી વિસ્તારના ડી કેબિનના સમર્થ્ય સ્ટેટ્સમાં રહેતા ધાણાની પરિવારનો 8 વર્ષનો મિતાંશુ સાંજના સમયે પતંગ ચગાવવા માટે ધાબે ગયો હતો. મિતાંશુ પતંગ ચગાવવામાં મશગુલ થઈ જતા પાણીની ટાંકી પરથી નીચે પાર્કિંગમાં પટકાયો હતો. આ દરમિયાન મિતાંશુની બહેન પાર્કિગમાં જ હોવાથી તેના ભાઈને પડતા જોયો હતો. ઈજાગ્રસ્ત ભાઈને સારવાર માટે બહેન એક્ટિવા પર હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ સારવાર દરમિયાન મિતાંશુનું મોત નિપજ્યુ હતું. આ ઘટનાની જાણ પોલીસને આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular