Thursday, June 25, 2026
HomeGeneralમોદી-શાહ ફટકા મારે દુનિયા બાર દડા જતા રહે છે : રૂપાલાનો રમૂજી...

મોદી-શાહ ફટકા મારે દુનિયા બાર દડા જતા રહે છે : રૂપાલાનો રમૂજી વિડીયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભા (Gujarat Election 2022)ની ચૂંટણીમાં નેતાઓની બોલબાલા છે ત્યારે, દેશી નેતા અને જોરદાર વક્તા તરીકેની છાપ ધરાવતા પુરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) નો એક વિડીયો વાયરલ (Viral Video) થયો છે. આ વિડીયોમાં તેમણે રમૂજ સાથે રાજકીય ભાષણ આપી લોકોને મંત્રમુગ્ધ કરી હસાવ્યા હતા અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

ભાજપના કેન્દ્રિય મંત્રી અને રમૂજી નેતા પુરુષોત્તમ રૂપાલાના ભાષણનો એક અંશ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પુરુષોત્તમ રૂપાલાએ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્ર શાહના વખાણ કરતા ક્રિકેટ (Cricket) જેવી વાત કરી હતી. આ વિડીયોમાં તેમણે મોદી-શાહને ટાંકીને કહ્યું હતું કે, ‘ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ અમે લડી રહ્યાં છીએ પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમારી રણજીના ખેલાડી હતા, હવે નેશનલમાં રમે છે. પણ ખેલાડી અમારા છે અત્યારે એ અહિં નથી ફટકા મારતા ત્યા મારે છે અને તેના ફટકા દુનિયાની બાર દડા વય જાય છે તો અમે શું કામ તેમનું નામ ન લઈએ.’

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી પણ તેમાં મુખ્ય ચહેરા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ પ્રોજેક્ટ કરવામાં આવે છે. જેના લીધે વિપક્ષ કેટલીક વખત ભાજપને આડેહાથ પણ લેતું રહ્યું છે. ત્યારે ભાજપે ભૂપેન્દ્ર અને નરેન્દ્રના ડબલ એન્જીનના નામે પ્રચાર શરૂ કર્યો છે. જ્યારે પુરુષોત્તમ રુપાલાએ આ મામલે ક્રિકેટના અંદાજમાં પ્રચાર દરમિયાન લોકોને હસાવતા હસાવતા વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular