Saturday, June 3, 2023
HomeGeneralપૂર્વ CM વિજય રૂપાણી નવા ઉમેદવારની સભામાં ગબડી પડ્યાં ! જૂઓ વિડીયો...

પૂર્વ CM વિજય રૂપાણી નવા ઉમેદવારની સભામાં ગબડી પડ્યાં ! જૂઓ વિડીયો થયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) ચાલી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થતા જ નેતાઓ અને કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ચૂંટણીના કામે લાગી ગયા છે. પરંતુ રાજકોટ (Rajkot) માં એક કાર્યક્રમમાં પહોંચેલા વિજયભાઈ રૂપાણી ગબડી પડ્યા (Fallen Down) ના દ્રશ્યો સામે આવતા સોશિયલ મિડીયા પર વિડીયો વાયરલ (Vijay Rupani viral video) થયો છે.

રાજકોટમાં ભાજપની એક સભામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેજ પર બેસવા જતા ગબડી પડ્યાના દ્રશ્યો વાયરલ થયા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કાર્યક્રમ સ્થળ પર સ્ટેજ પર ગોવિંદ પટેલ, ડો દર્શિતા શાહ તેમજ નાગદાન ચાવડા સહિતના નેતાઓ હાજર હતા. ગોવિંદભાઈ સ્ટેજ પર લગાવેલા ગાદલા પર બેઠેલા દેખાય છે જ્યારે તેમની બાજુમાં વિજયભાઈ રૂપાણી નીચે બેસવા જાય છે. પરંતુ વિજયભાઈ રૂપાણી ગાદલાને બદલે તકીયા પર બેસી જતા ગબડી ગયા હતા.

- Advertisement -

વિજયભાઈનું બેલેન્સ જતા જ પાછળ ઉભેલા ભાજપના નેતા નાગદાન ચાવડા સહિતના નેતાઓએ તેમને સંભાળી લીધા હતા. પરંતુ આ વિડીયો સોશિયલ મિડીયા પર રમૂજ સાથે વાયરલ થઈ રહ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular