Thursday, June 25, 2026
HomeGujaratરાજકોટની કુલ 8 બેઠકો પર 65 ઉમેદવારો છે ચૂંટણી મેદાને, વાંચો ક્યાં...

રાજકોટની કુલ 8 બેઠકો પર 65 ઉમેદવારો છે ચૂંટણી મેદાને, વાંચો ક્યાં કેટલા ઉમેદવાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમના ફોર્મની ચકાસણીની મુદ્દત પુર્ણ થઈ ગઈ છે. બાદમાં તમામ માન્ય ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી અને પ્રથમ તબક્કાના ઉમેદવારો માટે ઉમેદવારી પરત ખેંચવાની સમય ગતરોજ તારીખ 17ના રોજ પુર્ણ થયો છે. હવે ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા સ્પષ્ટ થયું છે કે કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં લડી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાની કુલ 8 બેઠકો પરથી કુલ 65 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ઉમેદવારી પરત ખેંચવાનો સમય પુર્ણ થતા ચૂંટણી પંચે ફાયનલ ઉમેદવારોની યાદી આજરોજ જાહેર કરી છે. જેમાં રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકો પરથી 65 ઉમેદવારનો નામ જાહેર થયા છે. જેમાં સૌથી વધારે ઉમેદવાર રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવાર રાજકોટ જિલ્લાની સેન્સીટીવ ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

- Advertisement -

રાજકોટ શહેરની વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજગુરૂ તેમજ ભાજપના ઉદય કાનગડ અને આમ આદમી પાર્ટીના રાહુલ ભુવા સહિત 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જ્યારે રાજકોટ પશ્ચીમ બેઠક પરથી કોંગ્રેસના મનસુખ કાલરીયા, ભાજપના દર્શિતા શાહ અને આમ આદમી પાર્ટીના દીનેશકુમાર જોશી સહિત કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુરેશ બથવાર, ભાજપના ભાનુબેન બાબરીયા અને આમ આદમી પાર્ટીના વશરામ સાગઠીયા સહિત 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

રાજકોટ જિલ્લાની બેઠક જસદણ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહેલ જ્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરા સહિત કુલ 6 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. ગોંડલ વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના યતીશ દેસાઈ અને ભાજપના ગીતાબા જાડેજા તેમજ આમ આદમી પાર્ટીના નીમીષાબેન ખૂંટ અને મુકેશ વરધાણી અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે જેતપુરમાં ભાજપના જયેશ રાદડીયા, કોંગ્રેસના દીપક વેકરીયા અને આમ આદમી પાર્ટીના રોહિત ભુવા સહિત કુલ 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં લડી રહ્યાં છે. ધોરાજી બેઠક પરથી કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જેમાં ભાજપના ડૉ. મહેન્દ્ર પાડલિયા, કોંગ્રેસના લલીત વસોયા અને આમ આદમી પાર્ટીના વિપુલ સખિયાની ઉમેદવારી ફાયનલ થઈ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular