Thursday, June 4, 2026
HomeGujaratનવજીવન ન્યૂઝ ઈમ્પેક્ટઃ આતંક ફેલાવતા પોલીસકર્મી વિરુદ્ધ અમદાવાદ પોલીસ કમિશનરની કાર્યવાહી શરૂ

નવજીવન ન્યૂઝ ઈમ્પેક્ટઃ આતંક ફેલાવતા પોલીસકર્મી વિરુદ્ધ અમદાવાદ પોલીસ કમિશનરની કાર્યવાહી શરૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ પોલીસ પર અવાર-નવાર લોકોને પરેશાન કરતા હોવાના આરોપ લાગતા હોય છે. શહેરમાં રાત્રીના દરમિયાન કેટલાક પોલીસકર્મી દ્વારા એરપોર્ટ પરથી આવતાં મુસાફરોને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. તાજેતરમાં જ એરપોર્ટથી શહેરના માર્ગ પર પસાર થઈ રહેલા વ્યક્તિને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયો હતો. જોકે નવજીવન દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. આતંક ફેલાવનાર પોલીસકર્મી સામે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં ટ્રાન્શલેશન એજન્સી ચલાવતા તુષાર આચાર્ય કલકત્તા ગયા હતા અને ત્યાંથી અમદાવાદ પ્લેનમાં પરત ફર્યા હતા. રાત્રે 2 વાગ્યાની આસપાસ અમદાવાર એરપોર્ટ પર તેમણે ઉતર્યા હતા. ત્યાંથી તેઓ રીક્ષામાં બેસીને તેમના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર ચાર રસ્તા પાસે પસાર થઈ રહ્યા હતા ત્યાં એક પીસીઆર વાન ઉભી હતી.

- Advertisement -

પોલીસે તેમને રોક્યા અને તેમની પુછપરછ કરવામાં આવી તેમની પાસે રહેલા સામાનની પણ ચકાસણી કરવામાં આવી. આ દરમિયાન એક પોલીસકર્મી ત્યાં આવી પહોંચ્યો અને તુષારને ગાળો બોલવા લાગ્યો, તેમની પાસે રહેલા પુસ્તકો પણ વેરવીખેર કરવા લાગ્યા, તેમની પાસે રહેલો મોબાઈલ આંચકીને તેને પણ તપાસ લાગ્યા. મોબાઈલમાં ટ્રેડિંગની એપ હતી, જેથી પોલીસ કહ્યું કે આ ગેરકાયદે છે, પોલીસે તેમને જેલમાં પુરી દેવાની ચીમકી આપીને ગાળો ભાંડવા લાગ્યા હતા. આવી એક ઘટના અન્ય વ્યક્તિ સાથે રિવફ્રન્ટ પર પણ બની હતી.

સમગ્ર બાબત અંગે તુષાર દ્વારા એક ટ્વિટ કરીને પોલીસને ટેગ કરવામાં આવ્યા હતા, આ બાદ અમદાવાદના ટ્રાફિક DCP સફિન હસને દિલગીરી વ્યક્ત કરીને જવાબદાર પોલીસકર્મી સામે પગલા લેવાનું કહ્યું હતું. સમગ્ર બાબત અંગે નવજીવન દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલના બીજા જ દિવસે અમદાવાદમાં આતંક ફેલાવનાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એરપોર્ટથી આવી રહેલા યુવકને રોકી તપાસના નામે પ્રતાડીત કર્યાની ઘટના મામલે સંડોવાયેલા પોલીસના કર્મચારીઓની તાત્કાલિક કે કંપનીમાં બદલી કરવામાં આવી છે. જ્યારે રિવરફ્રન્ટ પર બનેલી અન્ય ઘટના અંગે પોલીસે પીડિતને સાથે રાખીને તપાસ કરવા રવાના થઈ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular