Sunday, May 31, 2026
HomeSeriesDeewal Seriesપરવેઝે સિન્હાને પુછ્યુ સર ઘર કબ જાને દોગે સાડે તીન મહિને હો...

પરવેઝે સિન્હાને પુછ્યુ સર ઘર કબ જાને દોગે સાડે તીન મહિને હો ગયે ધંધા બંધ હે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-57 દીવાલ ): ડીસીપી સિન્હાને DCP Sinha ખુબ ગુસ્સો આવ્યો હતો. મહંમદ Muhammad વકીલ Advocate હોવાનો ખુબ ફાયદો ઉઠાવી રહ્યો હતો પણ તે દરેક ચાલ ગણતરીને માંડીને ચાલી રહ્યો હતો. ડીસીપીએ DCP ત્યાર બાદ ફરી વખત મહંમદને બેંચ ઉપર સુવાડી નસીરૂદ્દીન Naseeruddin, હાફીઝ Hafeez અને સલીમ Salim -નુરૂ Nooru ક્યાં છે તેની જાણકારી મેળવવા માટે માર્યો હતો, તેને લોકઅપમાં ઉંઘો લટકાવી પણ રાખ્યો હતો છતાં મહંમદે હરફ ઉચ્ચાર્યો ન્હોતો. આશ્ચર્ય તે બાબતનું હતું જ્યારે કોર્ટના Court આદેશ પ્રમાણે મહંમદના વકીલ તેને મળવા આવ્યા અને તેમને મહંમદની Muhammad હાલત જોઈ તેને પુછ્યુ કે પોલીસે Police માર્યો છે? ત્યારે તેણે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાને બદલે વકીલને કહ્યુ હતું કે તે સીડી ઉતરતા પડી ગયો હતો. મહંમદ પોલીસ સામે ફરિયાદ કરવા માગતો ન્હોતો, આવુ તે પોલીસના ડરથી કરી રહ્યો હતો તેવુ ન્હોતુ પણ તેને ક્રિમિનલ લૉયર Criminal Lawyer તરીકે ખબર હતી કે પોલીસ સામે ફરિયાદ કરવાથી ક્યારેય કોઈ આરોપીને ફાયદો થતો નથી. સિન્હા Sinha તેની પાસેથી માહિતી Information કઢાવી શકવામાં નિષ્ફળ સાબિત થયા હતા તેનો તેમને અફસોસ હતો. તેમણે નસીરૂદ્દીનને Naseeruddin શોધવા માટે બીજા રસ્તાની તપાસ શરૂ કરી હતી પણ હાલ પુરતો તો કોઈ રસ્તો સુઝતો ન્હોતો પણ હવે ડીસીપી સિન્હાને DCP Sinha ગુસ્સો તે વાત હતો કે આ બધાને ફાંસી થાય ત્યારે તેમને શાંતિ થશે તેના માટે તેઓ રાત દિવસ કામ કરી કેસ પેપર તૈયાર કરી રહ્યા હતા. મહંમદ સિવાય તમામે પોતાનો ગુનો કબુલ કરી તેમની બ્લાસ્ટ કેસની Blast Case ભુમિકા પોલીસને જણાવી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch એક પછી એક ગુનાઓમાં રીમાન્ડ Remad લઈ તપાસ કરી રહી હતી. હજી પોલીસની પાસે બે મહત્વના માણસો હતા પરવેઝ Pervez અને યુસુફ Yusuf. આ બંન્નેને ક્રાઈમ બ્રાન્ચમાં કેમ બેસાડી રાખ્યા છે તેની ખબર સિન્હા સિવાય કોઈને ન્હોતી પણ હવે સિન્હા પોતાના માસ્ટર કાર્ડનો Master Card ઉપયોગ કરવાના હતા.



- Advertisement -

તે દિવસે સવારે તેમણે સૌથી પહેલા પરવેઝને Pervez પોતાની ઓફિસમાં બોલાવ્યો. સિન્હા Sinha એકમદ રિલેક્સ મુડમાં હતા. પહેલા તેમણે પરવેઝને બેસાડી કોફી Coffee પીવડાવી હતી, પરવેઝે સામેથી વાતની શરૂઆત કરી કહ્યુ, સાબ મુઝે ઘર કબ જાને દોંગે, સાડે તીન મહિને હો ગયે, ધંધા ભી બંદ હૈ. સિન્હાએ કહ્યુ બેટા ધંધા બંદ હૈ લેકીન તેરે ઘર પે પૈસા તો પહોંચ જાતા હૈ, ક્યુ ફિકર કરતા હૈ? પરવેઝ Pervez પહેલા કંઈ બોલ્યો નહીં પછી કહ્યુ સર Sir અચ્છા નહીં લગતા, આપ પૈસે ભેજતે હો, મેરા તો ઈસ કેસ સે કોઈ લેના દેના ભી નહીં ફીર આપ મુઝે યહા બીઠા રખતે હો, પરવેઝે Pervez પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યુ. સિન્હાને Sinha આ વાત પસંદ પડી નહીં એટલે તેમણે મુળ વાત ઉપર આવતા કહ્યુ દેખો પરવેઝ તુમ માનતે હો, તુમને કુછ કીયા નહીં? પરવેઝે Sinha માથુ હલાવી હા પાડી, ઔર તુમ યહ ભી માનતે હો બ્લાસ્ટ Blast કરને વાલોને અચ્છા કિયા નહીં? પરવેઝે નિર્દોષ ભાવે ફરી માથુ હલાવી હા પાડી. સિન્હાએ Sinha કહ્યુ બસ મુઝે તુમસે યહી ઉમ્મીદ થી, એક કામ કરના હૈ, મેં જાડેજા સાબ Jadeja Sir કો બોલુગાં વો તુમ્હારા સ્ટેટમેન્ટ રેકોર્ડ Statement record કર લેંગે આજ તુમ્હારા કામ હો જાય તો કલ તુમ ઘર ચલે જાના. પરવેઝના ચહેરા ઉપર એકદમ ઉત્સાહ આવી ગયો. તેણે પુછ્યુ સર કબ સ્ટેટમેન્ટ Statement દેના હોંગા? સિન્હાએ તેને ઠંડો પાડતા કહ્યુ આજ હી લેંગે મેં બોલ દુંગા જાડેજા Jadeja કો. પરવેઝને Pervez મોકલી તેમણે યુસુફને Yusuf પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. યુસુફને પણ તેમણે સ્ટેટમેન્ટ આપવા માટે રાજી કરી દીધો. જ્યારે પરવેઝને ઘરે જવાની મંજુરી મળશે તેવી ખબર પડી ત્યારે તે ખુબ ખુશ હતો. તેણે સિન્હાને Sinha કહ્યુ સર મેરી મુમતાઝ Mumtazઅભી પૈદા હુઈ હૈ, કઇ દિનો સે ઉસકે સાથ ખેલા નહીં હું, અબ ઘર જાઉગા તો શાયદ મુઝે પહેચાનેગી ભી નહીં. સિન્હા Sinha તેની વાત સાંભળી હસ્યા અને કહ્યુ મુઝે ભી એક બેટી હૈ, મેં તેરી હાલત સમજ શકતા હું, તુ ઘર જાયેગા તો દો દિન મેં તુઝે પહેચાન લેગી, તુ જાડેજા Jadeja સાબ કો સ્ટેટમેન્ટ Statement દે દેના ઔર કલ ઘર ચલે જાના તેરી જબ ભી જરૂરત હોંગી તુમ્હે બુલાયેગે.



પરવેઝ Pervez અને યુસુફ Yusuf જાડેજા Jadejaની ચેમ્બરમાં ગયા. સિન્હાએ Sinha તેમને ફોન કરી ક્યા પ્રકારનું સ્ટેટમેન્ટ નોંધવાનું તેની સુચના આપી દીધી હતી. ઈન્સપેક્ટર જાડેજાએ સ્ટેટમેન્ટ નોંધવાની શરૂઆત કરી એટલે તરત પરવેઝે પુછયુ સાબ મુઝે કોર્ટ Court મેં આના પડેગા? જાડેજાએ Jadeja કહ્યુ હા પરવેઝ તુ અમારા કેસનો સાક્ષી Witness છે, સાક્ષી શબ્દ સાંભળતા પરવેઝ Pervez ચોંકી ગયો. તેણે કહ્યુ સાહેબ તમે મને જે પુછ્યુ તે બધુ મેં સાચુ કહી દીધુ તો પણ મને સાક્ષી કેમ બનાવો છો? મારે આ કેસ સાથે કોઈ લેવા-દેવા નથી. જાડેજાએ Jadeja તેને ફરીથી સમજાવતા કહ્યુ પરવેઝ તારે કોઈ લેવા-દેવા નથી પણ તે તેમને સીમકાર્ડ Simcard વહેચ્યા હતા એટલુ જ તારે મને સ્ટેટમેન્ટમાં Statement કહેવાનું અને કોર્ટમાં Court પણ કહેવાનું છે. આટલુ કહી જાડેજાએ લખવાની શરૂઆત કરી પણ પરવેઝ Pervez કંઈ બોલ્યો નહીં. જાડેજાએ Jadeja તેની સામે જોયુ, પરવેઝે કહ્યુ સાહેબ Sir મારે કોઈની સલાહ લેવી પડશે પછી હું સ્ટેટમેન્ટ Statement આપીશ. જાડેજાએ પોતાની પેન બંધ કરી ટેબલ ઉપર મુકતા પુછ્યુ સલાહ કોની લઈશ..? પરવેઝે પહેલા નીચે જોયુ અને પછી ઉપર જોતા કહ્યુ મારા વકીલની Advocate. આ વાક્ય સાંભળી જાડેજા Jadeja સ્તબ્ધ થઈ ગયા. પરવેઝ Pervez લંગડો સાડા ત્રણ મહિના પહેલા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવ્યો હતો ત્યારે પાંદડાની જેમ ધ્રુજતો હતો પણ આજે એક રીઢા ગુનેગારની જેમ વાત કરવા લાગ્યો હતો. કદાચ ક્રાઈમના Crime વાતાવરણની તેની ઉપર અસર થઈ હતી.

- Advertisement -



પરવેઝે સ્ટેટમેન્ટ આપવાની ના પાડતા જાડેજાએ Jadeja યુસુફ Yusuf સામે જોયુ અને પુછ્યુ તો તારૂ સ્ટેટમેન્ટ Statement નોંધી લઈએ. જાડેજા જ્યારે પરવેઝ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે યુસુફના મનમાં ગડબડ ચાલી રહી હતી. જાડેજાએ તેને સમજાવ્યો કે તારે તો દાનીશ Danish તારી પાસેથી સાયકલ Bicycle ખરીદી ગયો છે એટલુ જ કહેવાનું છે પણ પરવેઝે સ્ટેટમેન્ટ આપવાની ના પાડતા તેની હિંમત ખુલી હતી અને તેને પણ પરવેઝની જેમ જવાબ આપ્યો સર હું મારા વકીલને પુછ્યા વગર જવાબ નોંધાવીશ નહીં. જાડેજા Jadeja ખુબ ગુસ્સે થયા હતા પણ કેસ સિન્હા Sinha સાહેબ સંભાળતા હતા અને પરવેઝ Pervez અને યુસુફની Yusuf સંભાળ રાખવાની તેમણે સુચના આપી હતી તેના કારણે તેમણે તેમને કંઈ કર્યુ નહીં, નહીંતર ઓછામાં ઓછી બે બે થપ્પડ તો બંન્ને ખાઈ લેતા. જાડેજા Jadeja પોતાની ઓફિસમાંથી નિકળી સિન્હા Sinha પાસે ગયા, તેમણે જ્યારે પરવેઝ અને યુસુફે આપેલા જવાબની વાત કરી ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયુ તેમણે કલ્પના કરી ન્હોતી કે આ બે છોકરાઓ આ રીતે જવાબ આપવાની ના પાડશે. સિન્હા Sinha થોડી વખત વિચાર કરવા લાગ્યા પછી તેમણે જાડેજાને Jadeja કહ્યુ એક વખત બંને છોકરાઓને પ્રેમથી સમજાવજો કે હું કોઈની જીંદગી ખરાબ કરવા માગતો નથી,પણ જો તે વીટનેસ Witness નહીં થાય તો પોતની જાતને કુવામાં ફેંકી રહ્યા છે તેવુ થશે, મેં ઈરાદાપુર્વક કોઈને નુકશાન કરવાનો પ્રયત્ન કર્યો નથી પણ જો આ છોકરાઓ મારી વાત માનશે નહીં તો હું તેમની જીંદગી બરબાદ કરતા પણ અચકાઈશ નહીં. જાડેજા Jadeja સિન્હાની Sinha ગંર્ભિત ધમકી સમજી ગયા હતા, તેમને પણ પોલીસમાં Police એક જમાનો થઈ ગયો હતો, હવે સિન્હા શુ કરી શકે તેનો અંદાજ તેમને આવી ગયો હતો.



- Advertisement -

(ક્રમશ:)

PART – 56 | સિન્હાઍ પોલીસના હાથમાંથી ચાની ટ્રે લઈ લીધી અને મહંમદ સામે ચા લઈ ઉભા રહ્યા



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular